મોદી કેબિનેટમાં થઇ શકે છે મોટો ફેરફાર, ફડણવીસ આવી શકે છે દિલ્હી

નવી દિલ્હી: મોદી કેબિનેટમાં થનારા ફેરફાર પર દરેક લોકોની નજર છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી બાદ માહિતી મળી રહી હતી કે પીએમ નરેન્દ્ર મોદી જલ્દીથી પોતાના કેબિનેટમાં ફેરફાર કરશે.

માનવામાં આવી રહ્યું છે કે 15 ઓગસ્ટ બાદ પીએમ એની જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં સતત પોતાની સરકાર પર ભ્રષ્ટાચાર અને ખેડૂતોના મુદ્દા પર નિશાના પર રહેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે. કેન્દ્ર ઉપરાંત મહારાષ્ટ્રની કેબિનેટમાં પણ ફેરફાર થઇ શકે છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં કેટલાક મંત્રીઓને નિકાળવામાં આવી શકે છે.

જણાવી દઇએ કે મોનસૂન સત્ર દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી પ્રકાશ મહેતા અને સુભાષ દેસાઇ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફેરફારમાં રક્ષા મંત્રાલય સહિત 4 મોટા મંત્રાલયોમાં પણ નિર્ણય લેવાઇ શકે છે. તો બીજી બાજુ કામ ન કરનાર મંત્રીઓને નિકાળી દેવામાં આવશે. આ ફેરફારમાં 2019ની લોકસભા ચૂંટણીનું પણ ધ્યાન રાખવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like