પીએમ મોદીએ કરી મનની વાત: દુષ્કાળ અને પાણી પર કરી ચર્ચા

નવી દિલ્હી: પીએમ મોદીએ રવિવારે રેડિયો ઉપર મનની વાત કરી છે. રેડિયો ઉપર મનની વાતનું આ 20મું પ્રસારણ છે. જો કે ગત મંગળવારે પીએમ મોદીએ લોકો પાસેથી તે વિષયો ઉપર વિચાર આપવા કહ્યું હતું, જેની ઉપર તે લોકો ઇચ્છે કે પ્રધાનમંત્રી રવિવારે મનની વાત કાર્યક્રમમાં વાત કરે.

પીએમએ કહ્યું કે મને ઘણો આનંદ થાય છે જે લોકો મનની વાત સાંભળે છે તે લોકો મને પત્ર, માઇગોવ વેબસાઇટના માધ્યમથી મારા માટે પોતાની ભાવનાઓ પ્રગટ કરે છે. પીએમએ કહ્યું કે ઘણી બધી વ્યવસ્થાઓને ભારતના એક ખૂણામાંથી બીજા ખૂણા સુધી સમાન રૂપથી પહોંચાડવાની છે, તો આપણી જૂની આદતોને પણ બદવલી પડશે. આપણે આધુનિક અને પારદર્શી ભારત બનાવવાનું છે. પીએમએ કહ્યું કે દુનિયા એક કેશલેશ સમાજ તરફ આગળ વધી રહી છે.

પીએમએ કહ્યું કે ઝારખંડ એમ તો જંગલનો વિસ્તાર છે, પરંતુ કેટલાક વિસ્તાર છે જ્યાં પાણીની સમસ્યા છે. યૂપીથી મુખ્યમંત્રી જલ બચાવો અભિયાન. કર્ણાટકમાં કલ્યાણી યોજનાના રૂપમાં કુવાઓને ફરીથી જીવીત કરવાની દીશામાં કામની શરૂઆત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશની ‘બલરામ તાલાબ યોજના’ આશરે 22 હજાર તળાવ. આ નાના આંકડા નથી. આની ઉપર કામ ચાલી રહ્યું છે.

આ ઉપરાંત વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એક બાજુ ચોમાસું મોડું આવશે તેવો પણ અહેવાલ છે. વિશ્વભરમાં પર્યાવરણ અંગે ચિંતા થઇ રહી છે. પાણી અને જંગલો બચાવવા આપણી જવાબદારી છે. પશુ, પક્ષી અને માણસ પરેશાન થઇ રહ્યા છે

જો કે પીએમએ ગત મનની વાતમાં જળસંકટથી લઇને દુષ્કાળ, શિક્ષા, ગંગા સફાઇ, ગેસ સબ્સિડી વગેરે ઉપર વાત કરી હતી. પીએમએ જળસંકટથી તેમની વાત શરૂ કરી હતી અને કહ્યું હતું કે જળસંકટને નિપટવા માટે સરકાર તેમનું કામ કરી રહી છે, પરંતુ આમાં નાગરિકોના પ્રયાસોની પણ આવશ્યક્તા છે.

આ ઉપરાતં પીએમ નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં બેંક ઓન મોબાઇલનું કામ શરૂ કર્યું છે તેવી વાત જણાવી હતી. તેમજ તેમને કહ્યું હતું કે તમામ ભારતીયોના હાથમાં આજે મોબાઇલ છે. મોબાઇલ દ્વારા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન સરળતાથી થઇ શકે છે અને મોબાઇલ દ્વારા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થશે તો રોકડ વ્યવહાર ઓછો થઇ જશે તેવું જણાવ્યું હતું. તેમજ પોસ્ટ ઓફિસને પણ બેંકિગ સેવા માટે સજ્જ કરાઇ છે તેવું પણ કહ્યું હતું.

મનની વાતમાં તેઓએ જળસંકટ માટે કહ્યું હતું કે, અછતગ્રસ્ત રાજ્યોના સીએમ સાથે મુલાકાત કરી છે. પીએમએ કહ્યું હતું કે ટીપું-ટીપું પાણીની બચત કરવી પડશે. પાણીનું એક ટીપું બગાડતા તકલીફ થવી જોઇએ. પાણી બચાવવું ફક્ત સરકારની જવાબદારી નથી, પરંતુ તમામની છે. પાણી પરમાત્માનો પ્રસાદ છે. પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ તેવું પણ કહ્યું હતું.

પીએમએ કહ્યું કે જ્યારે આપણે ઓલ્મપિક માટે વાત કરીએ છીએ તો પદક તાલિકાથી દુખ થાય છે. તેમને ખેલમંત્રી સર્બાનંદ સોનેવાલના વખાણ કર્યા હતાં. પીએમ એ કહ્યું કે સીએમ પદનો ઉમેદવાર હોવા છતાં સર્બાનંદએ ખેલ મંત્રીની ભૂમિકા નિભાઇ હતી.  આ ઉપરાંત વડાપ્રધાને કહ્યું હતું કે રમત ગમતામાં આપણી સામે પડકારો ઘણા છે. તમામ રમતોનું મહત્વ સમજો. ફૂટબોલની રમત દેશમાં દેખાઇ રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે 21 જૂનએ આંતરરાષ્ટ્રીય યોગાદિવસના દિવસે ચંડીગઢમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઇશ. 21 જૂન યોગ દિવસ માત્ર ઘટના નથી, આ 20-30 મિનીટ માટે આપણા દૈનિક દિનચર્ચામાં સમાવેશ કરવા માટે પ્રેરિત કરે છે. પીએમએ કહ્યું કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ વખતે યીએનએ વિશ્વ પર્યાવરણ ઉપર ‘ઝીરો ટેલેરન્સ ફોલ ઇલલીગલ વાઇલ્ડ લાઇફ ટ્રેડ’ વિષય રાખવામાં આવ્યો છે.

જો કે પીએમએ ગત મનની વાતમાં જળસંકટથી લઇને દુષ્કાળ, શિક્ષા, ગંગા સફાઇ, ગેસ સબ્સિડી વગેરે ઉપર વાત કરી હતી. પીએમએ જળસંકટથી તેમની વાત શરૂ કરી હતી.

 

You might also like