ભ્રષ્ટાચારને દૂર કરવા દંડો લેવો જરૂરીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે યુપીના મુરાદાબાદમાં પરિવર્તન રેલીને સંબોઘી કરી હતી. રેલીમાં મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. નોટબંધી મામલે મોદીએ તમામ વિપક્ષો પર નિશાન ટાક્યું હતું અને કહ્યું હતું કે ‘જનતા જ મારી હાઈકમાન્ડ છે બીજું કોઈ નહીં. 70 વર્ષથી ખાંડ, કેરોસિન માટે જે લાઈનો લાગતી હતી એ લાઈનોનો અંત લાવવા મેં છેલ્લી લાઈન લગાવડાવી છે.’

પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર યોજના ઘડવા સાથે તેને સાકાર કરવાનો પ્રયાસ પણ કરી રહી છે. વીજળી પહોંચાડવાનું કામ ઝડપથી કામ થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશ એક સમયે બીમાર રાજ્ય હતું. ભાજપને પ્રજાએ તક આપી હવે તેણે દેશના વિકસિત રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. હવે મધ્ય પ્રદેશમાં બમણા પાકનું ઉત્પાદન થાય છે.

પોતાને ફકીર ગણાવતા પીએમ મોદીએ જણાવ્યું કે હું તો ફકીર માણસ છું થેલો લઇને ચાલતો થઇ જઇશ. મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર તેની રીતે નહીં જાય તેને ભગાડવા માટે દંડો ઉપાડવો પડશે. આજે દેશના જ ઘણા લોકો મારી ટીકા કરી રહ્યાં છે, જે ચોંકાવનારી બાબત છે. ઘણા લોકોના પલંગ નીચેથી કરોડો રૂપિયા મળી આવે છે, આવા કાળાનાણાં પર જનતાનો અધિકાર છે.

મેં જ્યારે કહ્યું હતું કે હું ગરીબોના બેંક અકાઉન્ટ ખોલાવીશ, ત્યારે તે લોકો મારી મજાક ઊડાવતા હતા. આજે 20 કરોડ ગરીબો સુધી કાર્ડ પહોંચાડવામાં આવ્યા છે. મની-મની-મની કરનારા લોકો હવે મોદી-મોદી- મોદીનો જાપ કરી રહ્યાં  છે. અમેરિકા જેવા દેશોમાં આજે પણ ચૂંટણીમાં બેલેટ પેપર પર થપ્પો લગાવી વોટ આપવામાં આવે છે. જ્યારે ભારતના લોકો બટન દબાવી વોટ આપવાનું જાણે છે. વોટ્સએપ જેટલું જ સરળ છે નેટ બેંકિંગ. આ જ રીતે ભ્રષ્ટાચારનો અંત આવી શકે છે.

home

You might also like