દીવને બનાવવામાં આવશે દિવ્યઃ પીએમ મોદી

દીવઃ સોમનાથ બાદ પ્રધાનમંત્રી દીવમાં પ્રજાને સંબોધિત કરવામાં માટે આવ્યાં છે. અહીં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં હાજરી આપવામાં આવ્યા હતા. પ્રફૂલ પટેલે દીવ એરપોર્ટ પર મોદીનું સ્વાગતક કર્યું હતું. સભાની શરૂઆતમાં પીએમ મોદીએ દીવના લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આખું દીવ અહીં આવી ગયું હોય તેવું લાગે છે. હું દીવની જનતાના સ્નેહના આદાર કરૂ છું.

પીએમ મોદીએ કહ્યું કે, દીવમાં 1000 પુરૂષોએ સ્ત્રીની સંખ્યા 1040 છે. મને ગર્વ છે કે અહીં પુરૂષોની સામે સ્ત્રીઓની સંખ્યા વધુ છે. દીવ એક એવું સ્થળ છે કે જ્યાં સટીક સંદેશો આપી શકાય. હું પહેલો પ્રધાનમંત્રી છું કે જે દીવમાં આવ્યો છે. લોકોએ મને જે સન્માન આપ્યું છે. હું તેનો આભારી છું. અહીં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.

આખુ વિશ્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે. જ્યારે અહીં ખૂબ જ ઉમદા વાતાવરણ છે. પીએમ મોદીએ કહ્યું કે દીવને ઉમદા ટૂરિસ્ટ પ્લેસ બનાવીને અહીં લોકોને આકર્ષિત કરવામાં આવશે. સતત વિકાસ માટે પ્રયાસ કરવામાં આવશે. દીવના લોકોને કહીશ કે દીવને આપણે દીવ્ય બનાવવું છે. વર્ષ 2022માં  જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ મનાવશે. ત્યારે આપણે દીવને દીવ્ય બનાવી દઇશું. સ્વચ્છતા માટે કોઇ જ સમાધાન ન કરો.

http://sambhaavnews.com/

You might also like