સૌથી ઝડપી વધી રહી છે ભારતની ઇકોનોમી : વિશ્વને પણ બનાવી રહી છે મજબુત

લુધિયાણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જણાવ્યુ કે ભારત સતત વિકાસનાં પથ પર અગ્રેસર છે. ભારતે પોતે તો પ્રગતી કરી જ રહ્યું છે. પરંતુ દુનિયાની અર્થ વ્યવસ્થાને પણ મજબુત બનાવી રહ્યું છે. ભારતની ઇકોનોમી વિશ્વની સૌથી ઝડપી રીતે વધી રહેલી ઇકોનોમી છે. મોદીએ નવો મંત્ર આપતા જણાવ્યું કે, પહેલા ખાદી ફોર ધ નેશન હતું હવે ખાદી ફોર ધ ફેશન હોવું જોઇએ.

વડાપ્રધાન પંજાબ કૃષી યુનિવર્સિટીમાં વડાપ્રધાને એમએસએમઇની નવી સ્કીમ લોન્ચ કરવા માટે આયોજીત સમારંભને સંબોધિત કરી રહ્યા હતા. વડાપ્રધાને એમએસએમઇની બે નવી સ્કીમો લોંચ કરી હતી. વડાપ્રધાને રિમોટનું બટન દબાવીને એસ/એસટી હબનું પણ ઉદ્ધાટન કર્યું હતું. વડાપ્રધાન દલિતોની પરિસ્થિતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દલિતો અને દબાયેલા વર્ગનાં લોકોને અવસર મળે તો તેઓ દેશનું ભાગ્ય બદલવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.

દલિતોમાં ઇટ્રપેન્યોરશીપ વધારવા માટે બેંકોને એક એક મહિલાઓ અને દલિકોને ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાની લોન દેવી જોઇએ. એસસી/એસટી હબ આ જ દિશામાં એક પ્રયાસ છે. વડાપ્રધાને કહ્યું કે જીરો ઇફેક્ટ, જીરો ડિફેક્ટનો અર્થ છે કે ઝેડ માર્કા, ઉત્પાદનોમાં ક્વોલિટીનું સ્તર વધારવા માટેની યોજના છે. તેનો ઉદ્દેશ્ય છે કે વૈશ્વિક બજારોમાં ભારતીય ઉત્પાદનોની સ્વિકાર્યતા વધી શકે અને મેક ઇન ઇન્ડિયા વધારે મજબુત બને. તેનો અર્થ તથા માપદંડ છેકે ઉત્પાદન જીરો ડિફેક્ટ હોય અને તે બ્રાંડિગનો આધાર બને.

You might also like