કયા મોઢે મોદી કેરળની ટીકા કરે છે?

વિરોધીઓ પર હુમલો કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ઓલટાઈમ ફેવરિટ ડાયલોગ ‘છેલ્લાં ૬૦ વર્ષથી તેઓ લૂટે છે’ વારંવાર બોલે છે. થોડા સમય પહેલાં કેરળમાં એક સભાને સંબોધતા સીપીઆઈ(એમ) અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરીને કેરળની જનતાને પોતાની તરફ રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. પણ કેરળના મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ પણ તેનો વળતો જવાબ આપીને કહ્યું હતું કે કેરળની વાત કરતાં પહેલાં ગુજરાતના વિકાસની વાત કરો.

તમારા રાજમાં ગુજરાતમાં અમીર વધુ ધનવાન બન્યા છે અને ગરીબ વધુ ગરીબ. આવી નીતિઓ તમે કેરળમાં લાવવા માગો છો? અમે જ્યારે પણ કોઈ યોજનાને અમલી બનાવીએ છીએ ત્યારે તેના કેન્દ્રબિંદુમાં નાનામાં નાનો માણસ હોય છે.વડા પ્રધાન અને મુખ્યમંત્રીના સામસામેના પ્રહારોને જે તે પક્ષના કાર્યકરો અને નેતાઓ સાબિત કરવામાં લાગી ગયા, પરંતુ જ્યારે આંકડાકીય હકીકત સામે આવી ત્યારે કેરળ અનેક ક્ષેત્રમાં ગુજરાત કરતાં આગળ હતું.

india

You might also like