ગુજરાતમાં મોદીના નામે કંઈપણ વેચી શકાય છે, જુઓ ‘મોદી કા ખજાના’ છે બાળકોમાં ફેવરિટ

માર્કેટની એક સરળ પોલિસી છે, કે જે ચાલે છે તેને જ વેચવામાં આવે છે. ભારતના રાજકારણમાં આજે નરેન્દ્ર મોદી એક મોટું નામ બની ગયું છે. ગુજરાતમાં મોદીના નામે ચા વેચાય છે, તે તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ હવે કેટલાક નાસ્તાના પેકેટ પણ ગુજરાતમાં મોદીના નામે ચાલવા લાગ્યા છે.

ગુજરાતના એક ગામડામાં આ પેકેટને બાળકો ખૂબ હોંશે હોંશે ખાય છે, એટલું જ નહીં બાળકોને માત્ર આ પેકેટ ભાવે છે અને બીજા નાસ્તાને પેકેટને તેઓ ના પાડી દે છે. આ નાસ્તાના પેકેટનું નામ છે, ‘મોદી કા ખજાના.’ આ નાસ્તાના પેકેટ પાછળ ‘મોદી કા જાદૂ’ લખેલું છે. આ પેકેટ પર મોદીના જાતજાતના કાર્ટૂન પણ દોરેલા છે.

પેકેટ પર મોદીજી દ્વારા લૉન્ચ કરવામાં આવેલી નવી નોટો પણ દોરેલી છે. આ પેકેટની કિંમત પાંચ રૂપિયા રાખવામાં આવી છે. જો કે આ પ્રોડક્ટ લોકલ છે. આ
પેકેટમાંથી કોઈ ગિફ્ટ પણ નીકળે છે, તેથી બાળકોને તે ખૂબ પ્રિય છે.

જે લોકો આ નાસ્તાના પેકેટને વેચી રહ્યા છે, તેમનું માનવું છે કે, ગુજરાતમાં મોદીના નામે કંઈપણ વેચાઈ શકે છે. ગુજરાતના છોટા ઉદેપુર પાસેના એક ગામમાં આ પેકેટ વેચાય છે. આ જિલ્લામાં આદિવાસી વસ્તીની બહુમતી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઘરે ઘરે જઈને વોટ માંગવાની શરૂઆત આ જિલ્લામાંથી જ કરી હતી.

You might also like