મુલાયમ નહીં પણ મોદી મારા ફેવરિટ નેતા છેઃ અમરસિંહ

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીમાંથી હકાલપટી કરાયા બાદ અમરસિંહે ધડાકો કરતાં જણાવ્યું હતું કે હવે તેમના પસંદગીના નેતા મુલાયમસિંહ નહીં પણ નરેન્દ્ર મોદી છે. આમ અમરસિંહે તેમનો ઈરાદો મોદી સાથે રહેવાનો હોવાનું જાહેર કરી દીધું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમિતાભથી અલગ થઈને મેં મારી જિંદગીમાંથી ગંદકી દૂર કરી નાખી છે.

અમરસિંહે જયા અને અમિતાભના સંબંધ અંગે જણાવ્યું કે લોકોએ મારા પર આક્ષેપ કર્યો હતો કે મેં તેમના વચ્ચે ઝઘડો કરાવ્યો હતો. પરંતુ હકીકતમાં જયા બચ્ચન અમિતાભના માતા-પિતાનું અપમાન કરતી હતી. અને તેમની સાથે ખરાબ વર્તન કરતી હતી. આ અંગે શરૂઆતમાં અમિતાભ ચૂપ રહ્યા હતા પણ બાદમાં તેઓ પત્નીને છોડી અલગ થઈ ગયા હતા અને આજે પણ અમિતાભ અને જયા અલગ રહે છે. તેઓ તેમનાં માતા-પિતા સાથે બીજા ઘરમાં રહેવા લાગ્યાં હતાં.

આજે પણ માતા-પિતાના નિધન બાદ પણ અમિતાભ પ્રતીક્ષામાં રહે છે. બચ્ચને આજે પણ તેમના પિતાના રૂમમાં તેમનાં પિતાનાં ચશ્માં અને તેમનાં પુસ્તકો સાચવી રાખ્યાં છે. અને તેઓ દરરોજ તેના દર્શન કરે છે. અમરસિંહે જણાવ્યું કે આજે પણ અભિષેક અને એશ્વર્યા તેમજ જયા અને અમિતાભ એમ ત્રણેય અલગ અલગ રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે હું જ્યારે 20 વર્ષ પહેલાં અમિતાભ અને જયાને મળ્યો હતો ત્યારે પણ તેઓ અલગ જ રહેતાં હતાં.

અમરસિંહે જણાવ્યું હતું કે મને જ્યારે અમિતાભની ચાલ,ચરિત્ર અંગે જાણવા મળ્યું હતું ત્યારબાદ મેં તેમની સાથે સંબંધ ઓછા કરી નાખ્યા હતા. અને મેં મારી જિંદગીને ગંદકીથી દૂર કરી લીધી હતી. અમરસિંહે મુલાયમસિંહને વ્યકિતગત રીતે સારા પણ રાજકીય રીતે અયોગ્ય ગણાવી તેમના પસંદગીના નેતા તરીકે નરેન્દ્ર મોદીને ગણાવ્યા હતા. કારણ મોદી તેમનાં વલણ પર અડગ રહે છે.

http://sambhaavnews.com/

You might also like