ભારત-પાકિસ્તાનના મૈત્રીપૂર્ણ સંબંધોમાં મોદી વિઘ્ન : મણિશંકર

નવી દિલ્હી : હંમેશા વિવાદોમાં રહેવાની ટેવ ધરાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરે એક નવો વિવાદ છેડ્યો છે. તેમણે પાકિસ્તાનની એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, જો તમે ભારત સાથે સારા સંબંધો રાખવા ઈચ્છતા હો તો મોદી સરકારને હટાવવી પડશે. તેમના આ નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસે તેમના આ નિવેદનથી ખુદને અલગ કરી દીધેલ છે તો ભાજપે તીખા પ્રહારો કર્યા છે અને તેમની પાસે માફીની માંગણી કરી છે. અય્યરે થોડા દિવસો પહેલાં પાકિસ્તાનની એક ચેનલને આપેલી મુલાકાત ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ ગઈ છે. તેમણે એવું કહ્યું હતું કે, જો પાકિસ્તાને ભારત સાથે દ્વિ-પક્ષીય વાટાઘાટો કરવી હોય તો તેણે પહેલા મોદી સરકારને હટાવવી પડશે અને અમને એટલે કે કોંગ્રેસને સત્ત્।ા ઉપર લાવવી પડશે. મોદીને હટાવ્યા

વગર પાકિસ્તાન સાથે દ્વિ-પક્ષીય વાટાઘાટો શકય નથી. અત્રે એ પણ નોંધનીય છે કે, સલમાન ખુરશીદે ગયા સપ્તાહે ઈસ્લામાબાદની જિન્ના ઈન્સ્ટિટયૂટમાં પોતાના સંબોધનમાં ભારત-પાક. વાટાઘાટો બંધ થવા માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી.
કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે ૬ નવેમ્બરના રોજ મુલાકાત આપી હતી. અય્યરે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મુશર્રફ કે જેઓ ફોજના માણસ હતા અને અમારા મનમોહનસિંહ વચ્ચે ૩ વર્ષ સુધી વાતચીત ચાલી હતી. આ બાબતે ઈન્ટરવ્યૂ લેનાર પત્રકારે જયારે પૂછ્યું કે વર્તમાન મડાગાંઠ દૂર કરવાની કઈ રીત છે? શું ઉકેલ છે? તો જવાબમાં અય્યરે કહ્યું હતું કે, આમને એટલે કે ભાજપ સરકારને હટાવો અને અમને લાવો, બીજો કોઈ રસ્તો નથી. તેના પર પત્રકારે કહ્યંુ હતું કે, તો તમારે શું કરવાનું રહેશે? તો જવાબમાં અય્યરે કહ્યું હતું કે, ત્યાં સુધી તમે લોકો રાહ જુઓ.
પૂર્વ મંત્રી મણિશંકર અય્યરે હાલમાં પેરિસ ઉપર થયેલા હુમલા અંગે પણ વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ હુમલો વ્યાજબી હતો. તેમણે કહ્યંુ હતું કે, હિઝાબ ઉપર પ્રતિબંધને કારણે આઈએસઆઈએસે આ હુમલા કર્યા છે.
અય્યરના નિવેદનની ટીકા કરતા ભાજપે તેમની પાસે માફીની માંગણી કરી છે. ભાજપના નેતા સંદીપ પાત્રાએ કહ્યું કે, અય્યરના નિવેદનથી ષડયંત્રની ગંધ આવે છે. એક પૂર્વ મંત્રી પાકિસ્તાનમાં જઈને આવું કઈ રીતે કહી શકે. આ ગંભીર મામલો છે. તેમણે માફી માંગવી જોઈએ. સોનિયા ગાંધીએ તેમને બરતરફ કરવા જોઈએ. દરમિયાન કોંગ્રેસે તેમના આ નિવેદનથી પોતાને અલગ કરી દીધેલ છે અને જણાવ્યું હતું કે આ નિવેદન તેમનું અંગત નિવેદન છે.

You might also like