મા ગંગા પાસેથી મા નર્મદા પાસે આવ્યો છું : ઓપેલથી લાખો લોકોને મળશે રોજગારી

અમદાવાદ : નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે સુરતથી દહેજ પહોંચ્યા હતા. જ્યાં ભાજપ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેજ અંગે મોદીએ કહ્યું કે આ એક એવું બાળક છે જેને મે મોટુ થતા મારી આંખે જોયું છે. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અનેક વખત હું અહીં આવી ચુક્યો છે. તો બીજી તરફ મોદીએ ઓપેલ દ્વારા લાખો લોકોને રોજગારી મળશે તેવો પણ દાવો કર્યો હતો.

દેશનાં સૌથી મોટા એકસ્ટ્રા ડોઝડ કેબલ બ્રિજનું અનેક કૃષી યુનિવર્સિટી ખાતે 30 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલા જીએનએફસીનાં દક્ષિણ એશિયાનાં સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટનું નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.

મોદીએ જાહેરાત કરી કે ધોળાવિરાને ટુરિઝમ તરીકે વિકસાવવામાં આવશે. ખંભાળીયા પોરબંદરને નેશનલ હાઇવેમાં ફેરવાશે. કઠલાલ ધનસુરા નેશનલ હાઇવેમાં ફેરવાશે. લખપત સાંતલપુર નેશનલ હાઇવે બનાવાશે.

You might also like