સુરતઃ હોસ્પિટલનું મોદીએ કર્યું ઉદ્ધાટન

સુરતઃ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે બીજા દિવસે તેમણે પાટીદાર આરોગ્ય ટ્રસ્ટના સુપર સ્પેશિયાલિટી કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સ્ટેશ જ હાજર છે. ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સભાસંબોધિત કરી હતી. ઉલ્લેખનીય છે કે અનામત આંદોલન બાદ મોદી પહેલી વખત સુરત આવ્યા છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર છે.

મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે કિરણ હોસ્પિટલનો પાયો નંખાયો હતો. અત્યઆધુનિક સુવિધાઓથી સજ્જ છે કિરણ હોસ્પિટલ. હોસ્પિટલના ઉદ્ધાટન સાથે મોદીએ હોસ્પિટલની વિઝિટ બુકમાં સંદેશો પણ લખ્યો છે. સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી પણ પ્રાપ્ત કરી છે.

http://sambhaavnews.com/

You might also like