શહીદોનાં લોહીની દલાલી કરી રહ્યા છે મોદી : રાહુલ ગાંધી

નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સીધો શાબ્દિક હૂમલો કર્યો હતો. તેણે કહ્યું કે ગુરીબો, ખેડૂતો, મજુરો અને બેરોજગારો સાથે અન્યાય થઇ રહ્યો છે. મોદીજી સીમાની રઈક્ષા કરનારા દેશનાં જવાનોનાં લોહીની દલાલી કરી રહ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ ઉતર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા 26 દિવસ દિવસ સુધીમાં લંબાયેલી લગભગ 3500 કિલોમીટર લાંબી કિસાન યાત્રા પુરી કરી હતી.

આ સમાપન પ્રસંગે દિલ્હીમાં આયોજીત જનસભાને સંબોધિત કરતા કહ્યું કે વડાપ્રધાન દેશનાં લોકો સાથે અયોગ્ય કરી રહ્યા છે.
રાહુલે કહ્યું કે જે આપણા જવાન છે, જેમણે જમ્મુ કાશ્મીરમાં પોતાનું લોહી રેડ્યું છે, જેમણે હિન્દુસ્તાનના માટે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેનાં લોહી પાછળ તમે છુપાયેલા છો. તેની તમે દલાલી કરી રહ્યા છો. આ ખોટું છે. હિન્દુસ્તાનની સેનાએ હિન્દુસ્તાનનું કામ કર્યું છે, તમે તમારૂ કામ કરો. કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું કે મોદી ખેડૂતો, મજુરો, ગરીબો અને બેરોજગારો તથા સેના સાથે ન્યાય કરવો જોઇએ.

મોદી પાસેથી દેશનાં લોકો ઇનસાફ ઇચ્છે છે. સેનાનાં જવાનો સાતમાં પગાર પંચનાં અનુસાર વધારીને વેતન આપવામાં આવવું જોઇએ. ચુંટણી સભાઓ દરમિયાન મોદી આ તમામ વર્ગોનાં લોકોનાં હિતો માટે જે વચન આપ્યા હતા તે દિશામાં કોઇ કામ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે મોદી જે કામ કરવા જોઇએ તે નથી કરી રહ્યા.

You might also like