ગૌરક્ષકો વિરોધી નિવેદન આપીનેવડાપ્રધાને હિંદુઓનું અપમાન કર્યું : વિહિપ

નવી દિલ્હી : ગત્ત દિવસોમાં ગૌરક્ષકો પર વડાપ્રધાને ચાબખા વિંઝ્યા બાદ વિહિપનાં આંતરરાષ્ટ્રીય મહાસચિવ પ્રવિણ તોગડીયાએ શાબ્દિક પ્રહાર કર્યો છે. વડાપ્રધાનનાં ગૌરક્ષકોનાં નિવેદનને તેમણે અપમાન ગણાવ્યું હતું. તેમણે નિવેદનનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે દેશનાં વડાએ જ કસાઇઓને ખુલ્લો દોર આપ્યો અને ગૌરક્ષકોને કસાઇ ગણાવ્યા. તેઓ એ ભુલી ગયા કે આ જ ગૌરક્ષકોએ તેમની ચુંટણી સમયે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાને દલિતો પર અત્યાચાર અંગે ગૌરક્ષા આંદોલનને આંતરિક રીતે જોડીને હિન્દુ સમાજને વિભાજીત કરવાનું કામ કર્યું છે.

પ્રવિણ તોગડિયાએ કહ્યું કે મોદીનાં નિવેદનથી હિંદુઓની છબીને ઠેસ પહોંચી છે. જ્યારે હિંદુ હંમેશાથી જ પશુઓની રક્ષા કરતા રહ્યા છે. હિંદુઓનાં ગૌરક્ષકોની પ્રશંસા કરવાનાં બદલે આ સીધા સાદા ગૌરક્ષકોનો હિંદુઓને સમાજ વિરોધી ગણાવી દીધા છે. તેમણે કહ્યું કે મોદીએ ન માત્ર ગૌમાતાનું અપમાન કર્યું છે પરંતુ હિંદુઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. જે ગાયની રક્ષા માટે પોતાનાં જીવનું બલિદાન કરતા પણ નથી અચકાતા.

અત્રે નોંધનીય છે કે, અગાઉ વડાપ્રધાને એક કાર્યક્રમમાં ગૌરક્ષાનાં નામે લોકો દુકાન ચલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેનાં પગલે વિહિપ અને વિવિધ ગૌરક્ષકો ગીન્નાયા હતા. જો કે મોદીનું આ પગલું દલિત કાર્ડ તરીકે પણ જોવામાં આવી રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉના કાંડ થયા બાદથી મોદીએ પ્રથમ વખત આ મુદ્દે પોતાનું મૌન ખોલ્યું હતું.

You might also like