PMએ આગામી ત્રણ ઓલમ્પિક માટે વર્કફોર્સ બનાવવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ રિયો ઓલમ્પિકમાં સૌથી વધારે ભારતીય ખેલાડીઓને ઉતારવા છતાં માત્ર બે જ પદક પ્રાપ્ત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી ત્રણ ઓલમ્પિક માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના માટે તેમણે વર્કફોર્સની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું છે કે 2020, 2024 અને 2028માં યોજાવા જઇ રહેલા ઓલમ્પિક માટે વર્કફોર્સ બનાવવામાં આવશે. જે  આ રમતોની તૈયારી માટે એક્શન પ્લાન બનાવશે. ભારતે હાલમાં પૂર્ણ થયેલા રિયો ઓલમ્પિકમાં બે પદક પ્રાપ્ત કર્યા છે. જેમાં બેડમિન્ટનમાં પીવી સિંધૂને સિલ્વર અને મહિલા પહેલવાનીમાં સાક્ષી મલિકને બ્રોન્સ મેડલ પ્રાપ્ત થયો હતો.

મોદીએ મંત્રિપરિષદની બેઠકમાં જાહેરાત કરી છે કે વર્કફોર્સ આગામી દિવસોમાં તૈયાર કરવામાં આવશે. વર્કફોર્સ રમત, સુવિધાઓ, પ્રશિક્ષણ, પસંદગી પ્રક્રિયા અને તે સંબંધિત બાબતો અંગે પૂર્ણ રણનીતિ તૈયાર કરશે. આ વર્કફોર્સમાં નિષ્ણાતો ઉપરાંત બહારના લોકો પણ હશે. રિયો ઓલમ્પિકમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. ત્યારે આગામી ઓલમ્પિકમાં સારૂ પ્રદર્શન કરી શકે તે માટે આ વર્કફોર્સની રચના કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે ભારતે 117 પ્રતિસ્પર્ધિઓને ઓલમ્પિકમાં મોકલ્યા હતા. જેમાંથી માત્ર બે ખેલાડીઓ જ ભારત માટે મેડલ લઇને આવ્યાં હતા. રિયો ઓલમ્પિકમાં જતાં પહેલાં પીએમ મોદી વ્યક્તિગત રીતે તમમા ખેલાડીઓને મળ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

You might also like