બ્રિટનના રાજકુમાર વિલિયમ પર ભારે પડ્યો મોદીનો હાથ

દુનિયાને ભારતની તાકાત અને રુઆબનો અહેસાસ કરાવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખત બ્રિટનના પ્રિન્સ વિલિયમને પણ તેમના દેખાવનો અહેસાસ કરાવી દીધો છે. પીએમ મોદીએ રાજકુમારની સાથે એટલો ઉષ્માભેર હાથ મળાવ્યો કે તેમની આંગળીઓની છાપ પડી ગઇ. મોદીનો આ અંદાજ સોશિયલ મિડીયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. પીપલ્સ ડેઇલી ચાઇના @PDChinaએ પીએમ મોદીના પ્રિન્સ વિલિયમ સાથે મળનારા આ ફોટાને ટ્વીટ કરતાં કહ્યું છે કે રાજકુમારના હાથને જોઇને એવું લાગે છે કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૌથી તાકાતવાર હેન્ડશેક છે.

હાલમાં બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમ અને રાજકુમારી કેથરીન આ દિવસોમાં ભારતની મુલાકાતે છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે બંનેને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બપોરના ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકુમાર અને રાજકુમારીનું સ્વાગત કર્યુ અને તેમને ઉષ્માભેર મળ્યા. આ મુલાકાત પછી ફોટોમાં ચોખ્ખુ દેખાઇ રહ્યુ છે કે પીએમ મોદીએ ઉષ્માભેર હાથ મળાવ્યો હતો કે પ્રિન્સ વિલિયમના હાથ પર છાપ પડી ગઇ હતી.

જો કે અગાઉ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ગણતંત્રના દિવસ પર ભારત આવ્યા હતા ત્યારે નરેન્દ્રમોદીએ ઉષ્માભેર તેમને ગળે લગાવ્યા હતાં.

અમેરિકાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઇક આવા જ અંદાજથી ફેસબુકના પ્રમુખ માર્ક ઝુકરબર્ગને મળ્યા હતાં. ઝુકરબર્ગના પીએમ મોદી સાથે મળવાના આ અંદાજની પણ ઘણી ચર્ચા થઇ હતી. અમેરિકાના સમાચારોમાં એવું લખાયું હતું કે પીએમ મોદી ઘણી ઉષ્માભેર મુલાકાત કરે છે.

You might also like