વિદેશી રોકાણકારો માટે ભારત મોટુ હબ બનશે : જેટલી

નવી દિલ્હી : ભારત સરકારે રોકાણ વધારવા અને વિકાસને વધારવા માટે 15 સેક્ટર્સને FDIના દ્વાર ખોલી દીધા છે. જેમાં ખનન, સંરક્ષણ, નાગરિક ઉડ્યન અને પ્રસારણ જેવા સેક્ટરનો સમાવેશ થાય છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ મંગવારે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કુલ મળીને 15 સેક્ટરમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં 32 ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટસ પર સીધી અસર પડશે. જેટલીએ કહ્યું કે જો કે આ નિર્ણયને બિહાર ચૂંટણી સાથે કોઇ જ લેવાદેવા નથી. આ નિર્ણય અંગે છેલ્લા લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી.
જેટલીએ કહ્યું કે ગત્ત મહિનામાં ભારતમાં વ્યવસાર કરવો સરળ હોય તે માટે સરકારે કામ કરવાનું ચાલું કર્યું છે. આ મુદ્દે આપણા દેશી છબી પણ સુધરી છે. પહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમે અને પછી વર્લ્ડ બેન્કે ભારતની રેટિંગ્સમાં સુધારો કર્યો છે. આ વર્ષે વિદેશી રોકાણમાં 40 ટકાનો વધારો કર્યો છે. જેટલીનાં અનુસાર દેશને રોકાણ માટે મુડીની જરૂર છે. જ્યારે રોકાણ થશે ત્યારે વ્યવસાર અને રોજગારમાં વધારો થઇ શકે છે.

You might also like