મોદી કરશે 44 લાખ લોકોના ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તેઓ આગામી નાણાકિય વર્ષમાં 44 લાખ લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરશે. આ સાથે જ ઘરમાં એલપીજી, પાણી, વિજળી કનેક્શન પણ આપશે. ગ્રામિણ વિકાસ સચિવ અમરજીત સિન્હાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવસ ઓયજના (ગ્રામીણ) અંતર્ગત સરકાર મેદાન વિસ્તારમાં લાભાર્થીઓના ખાતામાં લગભગ 1.30 લાખ રૂપિયા અને પહાળી વિસ્તારમાં લાભાર્થીઓના ખાતામાં 1.50 લાખ રૂપિયા નાંખશે.

ત્યાર બાદ તમામ લાભાર્થીઓને શૌચાલ્ય બનાવવા માટે 12 હજાર રૂપિયા અલગથી આપશે. આ સાથે જ તેમને તેમનું મકાન બનાવવા માટે મનરેગા અંતર્ગત 90 દિવસની રોજગારી પણ આપશે. જ્યારે મજૂરીના લગભગ 18 હજાર રૂપિયા આપશે. પહેલા નાણાકિય વર્ષ સુધી 33 લાખ લોકોને ઘર પ્રાપ્ત થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે તે વધારીને 44 લાખ કરી દેવામાં આવ્યું છે.

સરકારનું લક્ષ્ય ઘર વગરના લોકોને ઘર અને કાચા મકાનમાં રહી રહેલા લોકોને પાક્કા ઘર બનાવી આપવાનું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને અપીલ કરી છે કે તેઓ જમીન ન ધરાવતા લોકોને ઘર બનાવવા માટે જમીન ઉપલબ્ધ કરે. અનુમાન પ્રમાણે આ ઘર જે લોકો માટે બનાવવાના છે તેમાં 60 ટકા લોકો અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થોની પસંદની થઇ ચૂકી છે. યોજનાને ડીબીટી મોડ પર લાગુ કરવામાં આવશે. ઘર બનાવવાની રકમ ત્રણ વર્ષમાં તબક્કાવાર લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે.

home

You might also like