આર્મી વિકલાંગતા પેશમાંથી નથી મૂકાયો કાપ, પીએમ મોદીએ કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ સરકારે સોમવારે રાત્રે સશસ્ત્ર દળોના વિકલાંગતા પેન્શન સાથે જોડાયેલ સમાચારને નકારતા કહ્યું છે કે તેમણે તો સાતમા પગાર પંચની માંગણીને ધ્યાનમાં રાખીને 90 ટકા સશસ્ત્ર દળોના વેતનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. મળતી માહિતી મુજબ અધિકારી રેન્ક કે જનૂનિયર કમીશન અધિકારીઓની વિકલાંગતા પેન્શનમાં 14થી 30 ટકાનો વધારો થયો છે. મીડિયામાં દ્વારા આવતા સમાચાર બાદ કોંગ્રેસ દ્વારા આકરી ટીકા બાદ સશસ્ત્ર દળોની વિકલાંગતા પેન્શનન બાબતે વહેતી થયેલી નકારાત્મક વાતને નકારી દીધી છે.

ઉલ્લેખનિય છે કે ગઇ કાલે મીડિયા દ્વારા એવા સમાચારો વહેતા થયા હતા કે પોકમાં  સર્જિકલ સ્ટ્રાઇકને આગામી ચૂંટણીના પ્રયત્નોમાં પડેલી મોદી સરકારએ સૈનિકોને પેન્શનમાં કાપ મૂકી દીધો છે. રક્ષા મંત્રાલયએ સેવા દરમિયાન વિકલાંગ થનાર સૈનિકોના પેન્શનમાં 18 હજાર રૂપિયા પ્રતિ મહીનામાં કાપ મૂકી દીધો છે. આ કાપની જાહેરાત સર્જિકલ સ્ટ્રાઇકના બીજા દિવસે જ જાહેર કર્યો હતો.

28 29 સપ્ટેમ્બરની રાતે ભારતીય જવાનો પીઓકેમાં ઘૂસીને આતંકવાદીઓના ઘણા કેમ્પ તબાહ કરી દીધા હતાં. આ કમાન્ડો પોતાના જીવને જોખમમાં મૂકીને એલઓસી પાર કર્યું હતું. બીજા દિવસે દેશભરમાં સર્જિકલ સ્ટ્રાઇકનો શોર હતો અને ઉરી હુમલાનો બદલો લેવાની ખુશી. સૌથી ખુશીની વાત તો એ છે કે ભારતીય જવાનો કોઇ પણ નુકસાન વગર દુશ્મનને મોટો જખમ આપીને આવ્યા છે.

પરંતુ એ ઓપરેશન દરમિયાન કોઇ જવાન ઘાયલ થાય છે અને 100 વિકલાંગતાની શ્રેણીમાં આવી જાય તો નોકરીથી નિકાળી દેવામાં આવે છેઅને તેને મળતા પેન્શનને 45,200 રૂપિયાથી ઘટાડીને 27,200 રૂપિયા દર મહિને આપવામાં આવે છે. કારણ કે 30 સપ્ટેમ્બરે રક્ષા મંત્રાલયએ વિકલાંગતા પેન્શનથી જોડાયેલ જાહેરત કરી હતી.

સરકારની આ જાહેરાતથી સૌથી વધારે નુકસાન તો એ ઓફિસરોને થયું જે આવા ઓપરેશનમાં ટીમ લીડર હોય છે. એટલે કે મેજર રેન્કના અધિકારી, સરકારે નવી જાહેરાત મુજબ 100 ટકા વિકલાંગતા વાળા મેજર રેન્કના ઓપિસરોના પેન્શનમાં 70 હજાર રૂપિયા પ્રતિ મહનાનો કાપ કરવામાં આવ્યો છે.

30 સપ્ટેમ્બર પહેલા 100 ટકા વિકલાંગતા વાળા સૈનિકો અને ઓફિસરોનું પેન્શન તેમની છેલ્લી સેલેરીના હિસાબથી નક્કી થતો હતો. આ ઉપરાંત તેમને પેન્શનનો સર્વિસ કોમ્પોનેન્ટ પણ મળતો હતો જે તેમની છેલ્લી સેલેરીનો 50 ટકા થતો હતો. નવા નિયમ 1 જાન્યુઆરી 2016થી લાગુ છે. જો કે સર્વિસ કોમ્પોનેન્ટમાં કોઇ ફેરફાર આવ્યો નથી. પરંતુ સ્લેબ સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે જે પર્સેન્ટેજ સિસ્ટમની તુલનામાં ઘણી ઓછી હોય છે. પાંચ વર્ષની સર્વિસ પછી એક સૈનિકને 30,400 રૂપિયાનો પગાર મળતો હતો. હવે 12,000 રૂપિયા પ્રતિ પેન્શન મળશે.

You might also like