હવે ત્રિપલ તલાક પર થશે 3 વર્ષની જેલ, મોદી સરકારે બિલ કર્યું મંજૂર

સંસદનું શિયાળું સત્ર શરૂ થઇ ગયું છે. સત્રની શરૂઆતથી જ મોદી સરકારનાં એજન્ડામાં અનેક બિલોને મંજૂર કરાવવાનું લક્ષ્ય છે. મોદી કેબિનેટે શુક્રવારે ત્રિપલ તલાક પર ગેર-જમાનતી બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલને વતા સપ્તાહમાં રજૂ કરી શકાય એમ છે. બિલમાં ત્રિપલ તલાક પર ત્રણ વર્ષની સજા સુધીની જોગવાઇ કરવામાં આવેલ છે.

સરકાર “ધ મુસ્લિમ વુમેન પ્રોટક્શન ઑફ રાઇટ્સ ઇન મેરેજ એક્ટ”નાં નામથી વિધેયક લાવશે. આ કાયદો માત્ર ત્રિપલ તલાક (INSTANT TALAQ, એટલે કે તલાક-એ-બિદ્દત) પર જ લાગુ પડશે.

આ કાયદ બાદ કોઇ પણ મુસ્લિમ પતિ જો પોતાની પત્નીને ત્રિપલ તલાક આપશે તો તે ગેર કાનૂની ગણાશે. તમને જણાવી દઇએ કે આ વર્ષે 22 ઓગષ્ટનાં રોજ સુપ્રિમ કોર્ટે ત્રિપલ તલાકને ગેર કાનૂની રજૂ કરી દીધેલ.

મોદી સરકાર આનાં માટે ઘણાં લાંબા સમયથી તૈયારી કરી રહ્યું હતું. 1લી ડિસેમ્બરે ડ્રાફ્ટ તૈયાર કરીને રિવ્યૂ માટે મોકલવામાં આવ્યો હતો અને 10 ડિસેમ્બર સુધી સૂચન માગ્યું હતું. સરકારનું માનીએ તો સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ પણ દેશમાં અનેક લોકો ત્રિપ તલાકનાં મામલામાં સામે આવ્યાં હતાં.

આ બિલને ઝારખંડ, આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોનું સમર્થન પણ મળ્યું છે. આ મામલે જણાવી દઇએ કે આ બિલ અંતર્ગત કોઇ પણ સ્વરૂપે ત્રિપલ તલાક ભલે મૌખિક હોય, લેખિત સ્વરૂપે હોય કે પછી મેસેજ દ્વારા પરંતુ તે અવૈદ્ય ગણાશે.

જે પણ ત્રિપલ તલાક આપશે એમણે ત્રણ વર્ષની સજા અને સાથે દંડ પણ થઇ શકશે. એટલે કે ત્રિપલ તલાક આપવો એ ગેર-જમાનતી અને સંગીન અપરાધ પણ ગણાશે. અને આ મામલે મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે આ મામલે કેટલો દંડ કરવામાં આવશે. જો કે તમને જણાવી દઇએ કે સરકારનાં આ નિર્ણયને લઇને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે 17 ડિસેમ્બરે દિલ્હીમાં એક બેઠક પણ બોલાવી છે.

You might also like