Modi સરકાર હવે 2100 ચો.ફૂટના ઘર માટે પણ સબસિડી આપશે

નવી દિલ્હી: જો તમારી વાર્ષિક આવક રૂ.૧૮ લાખ સુુધીની હોય અને તમે ત્રણ કે ચાર બેડરૂમનો ર૧૦૦ ચોરસ ફૂટ ધરાવતો ફલેટ કે મકાન ખરીદવા માગતા હો તો પણ તમને રૂ.ર.૩ લાખની વ્યાજ સબસિડીનો લાભ મળી શકશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મિડિયમ ઇન્કમ ગ્રૂપ (એમઆઇજી) માટે વડા પ્રધાન આવાસ યોજના (પીએમએઇ) હેઠળ વ્યાજ સબસિડીનો લાભ લેવા માટે પાત્ર આવાસોના એરિયામાં ૩૩ ટકાનો વધારો કર્યો છે.

કેન્દ્ર સરકારે ક્રેડિટ લિંક સબસિડી યોજના (સીએલએસએસ)ના દાયરામાં એમઆઇજીની પ્રથમ કેટેગરી-૧ના આવાસનો કાર્પેટ એરિયા વધારીને ૧૬૦ ચો.મીટર અને એમઆઇજી-ર કેટેગરી માટે આવાસનો કાર્પેટ એરિયા ર૦૦ ચો.મીટર કરી દીધો છે.

અગાઉ એમઆઇજી-૧ કેટેેગરીના આવાસ માટે કાર્પેટ એરિયા ૧ર૦ ચો.મીટર અને એમઆઇજી-ર કેટેગરીના આવાસ માટે ૧પ૦ ચો.મીટર હતો. મોદી સરકારની ક્રેડિટ લિંક સબસિડી યોજના હેઠળ એમઆઇજી-૧ કેટેગરીના આવાસ ખરીદનારાઓને રૂ.ર.૩પ લાખ અને અમઆઇજી-ર કેટેગરીના આવાસ ખરીદનારાઓને રૂ.ર.૩૦ લાખની સબસિડીનો સીધો ફાયદો મળશે.

વાસ્તવમાં સરકારે ગઇ સાલ ૧ જાન્યુઆરીથી વડા પ્રધાન આવાસ યોજના એવા લોકો માટે લાગી કરી હતી જેમની વાર્ષિક આવક રૂ.૬થી ૧ર લાખ છે અને બીજી કેટેગરીમાં આવક રૂ.૧રથી૧૮ લાખ છે.

આમાંથી રૂ.૬-૧ર લાખની વાર્ષિક આવક ધરાવનારાાએન સરકારે એમઆઇજી-૧ કેટેગરીમાં મૂકયા છે. આ લોકો માટે એવી સ્કીમ હતી કે જો આ આવક ધરાવનાર ગ્રાહકો લોન લઇને મકાન ખરીદે છે તો તેમની લોનમાંથી રૂ.૯ લાખની લોનની રકમ પર જે પણ વ્યાજદર લાગશે તેમાંથી ચાર ટકા વ્ય્જા સરકાર સબસિડી તરીકે આપશે.

You might also like