2019માં NDAની બેઠકો ઘટશે પણ ફરી વાર મોદી સરકાર બનશેઃ સર્વે

ન્યૂ દિલ્હીઃ વર્ષ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે એક વધારે કે જ્યાં દેશની વિપક્ષી પાર્ટીઓ મહાગઠબંધનની રાહ પ્રશસ્ત કરવામાં જોડાયેલી છે. ત્યાં જ ભારતીય જનતા પાર્ટી પણ સત્તાને ચાલુ રાખવા માટે જવાબી રણનીતિ બનાવવામાં જોડાઇ ગઇ છે.

એવામાં વચ્ચે કેન્દ્ર સરકારનાં 4 વર્ષ થવા બાદ કરવામાં આવેલ એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2019માં ફરી એક વાર સરકાર બનાવશે. એક સર્વેમાં પીએમ નરેન્દ્ર મોદીને સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવેલ છે ત્યાં જ બીજી બાજુ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે.

સર્વેનાં જણાવ્યા અનુસાર ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતનાં ભાગોમાં બીજેપીને નુકસાન થતા દેખાઇ રહ્યું છે પરંતુ આ બધું હોવા છતાં પણ NDA કેન્દ્રમાં પરત આવશે.

સર્વેમાં બીજેપીને પૂર્વી ભારતમાં જબરદસ્ત ફાયદો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે ક્ષેત્રીય પાર્ટીઓનાં ગઠબંધનને ઉત્તર ભારત અને દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં વધારો થવાની વાત કહેવામાં આવી રહેલ છે. આ સર્વેમાં 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને અંદાજે 37 ટકા, યૂપીએને 31 ટકા અને અન્ય પાર્ટીઓને 32 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહેલ છે.

સીટોનાં આંકડાઓની જો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં NDAને 274, યૂપીએને 164 અને અન્ય દળોને 105 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવેલ છે. આ સાથે જ ચૂંટણી પહેલાનાં સર્વેમાં રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં વધારો થવાની પણ વાત સામે આવી છે.

યૂપીમાં મહાગઠબંધનને થઇ શકે છે ફાયદોઃ
સર્વેનાં જણાવ્યા અનુસાર દેશનાં સૌથી મોટા સૂબા યૂપીમાં મહાગઠબંધન હોવાંની સ્થિતિમાં NDAને 8 ટકા વોટ શેરનું નુકસાન થતું હોવાનું દેખાઇ રહ્યું છે. 2014ની ચૂંટણીમાં અંદાજે 43 ટકા વોટ હાંસલ કરવાવાળા NDAને હાલની સ્થિતિમાં થનારી લોકસભાની ચૂંટણી દરમ્યાન 35 ટકા વોટ મળવાની વાત કહેવામાં આવી રહેલ છે કે જેનાં કારણે તેને અંદાજે 8 ટકા વોટનું નુકસાન થતું જોવાં મળી રહ્યું છે.

આ સર્વેમાં બીજેપીને ગોરખપુર અને ફૂલપુરમાં થયેલી હારને લઇને નુકસાન થતું પણ જોવાં મળી રહ્યું છે. ત્યાં જ બીજી બાજુ સર્વેમાં મહાગઠબંધનની સ્થિતિમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને અંદાજે 4 ટકા વોટનો ફાયદો મળતું જોવાં મળી રહ્યું છે.

મોદીનાં ગુજરાતમાં ભાજપને નુકસાનઃ

આ ઉપરાંત, મોદીનાં ગૃહ રાજ્ય ગુજરાતમાં ભાજપ હાલની પરિસ્થિતિથી નુકસાન થશે તેમ લાગી રહ્યું છે. આ સર્વેમાં એવું કહેવામાં આવે છે કે NDAનાં 54 ટકા અને યુપીએનાં એકાઉન્ટમાં 42 ટકા વોટ જવાની વાત થતી હોવાનું જોવા મળી રહ્યું છે. 2014માં ગુજરાતમાં ભાજપ ગઠબંધનને 59 ટકા મત મળ્યાં હતાં. જ્યારે કોંગ્રેસને મતદાનમાં કુલ 33 ટકા મત મળ્યાં હતાં.

આવી પરિસ્થિતિમાં, હાલની સ્થિતિ મુજબ ભાજપને ગુજરાતમાં 5 ટકા નુકસાન અને કોંગ્રેસને 9 ટકા મત મળવાનો ફાયદો થતો હોવાનું જોવાં મળી રહ્યું છે. પશ્ચિમ અને મધ્ય ભારતની જેમ જ દક્ષિણ ભારતનાં તમામ રાજ્યોમાં પણ NDAને નુકસાન થયું છે. આ સર્વેમાં 132 લોકસભાની બેઠકોની ચૂંટણીમાં NDAને 18-22, યુપીએને 65-70 અને અન્યને 38-44 બેઠકો મળવવાની ધારણા છે.

You might also like