ભારતનું નવનિર્માણ કરશે મોદી સરકારઃ વિવેક

બોલિવૂડ અભિનેતા વિવેક અોબેરોય મોદી સરકારનાં ત્રણ વર્ષ પૂરાં થતાં કહે છે કે દેશની હાલની સરકાર દેશ હિત માટે ખૂબ જ સુંદર કામ કરી રહી છે. અત્યારે દુનિયાભરમાં ભારત મોટી બ્રાન્ડ બની રહી છે. સરકાર વિદેશી રોકાણકારો સાથે મળીને દેશના વિકાસ માટે ગંભીરતાથી કામ કરે છે. પોતાની અાગામી ફિલ્મ ‘બેન્ક ચોર’ના પ્રમોશનમાં વ્યસ્ત વિવેકે જણાવ્યું કે મને લાગે છે કે મોદી સરકાર ભારતના નવનિર્માણ માટે એક બેસ્ટ વિઝન લઈને ચાલશે. દેશભરમાં ગ્રાસરૂટ પર બહુ કામ થઈ રહ્યું છે તે દેશ માટે અત્યંત જરૂરી પણ હતું. હું થોડા દિવસ પહેલાં લંડનમાં હતો. ત્યાં મને એક કાર્યક્રમમાં બોલાવાયો હતો. ત્યાં ભારતીયો સાથે બ્રિટનના જાણીતા લોકો પણ હાજર હતા. મેં ત્યાંના લોકોની વાત સાંભળી તો મને જાણ થઈ કે અત્યારે દુનિયાભરના લોકો બ્રાન્ડ ઇન્ડિયાને ગંભીરતાથી લઈ રહ્યા છે. પહેલાં લોકો કહેતા હતા કે અમે પૈસા લગાવીશું તો અમને શું મળશે, પરંતુ હવે લોકો કહે છે કે પૈસા તો બહુ પડ્યા છે, પરંતુ મોકો અત્યારે માત્ર ભારતમાં જ દેખાય છે.

વિવેક પોતાની વાતને અાગળ વધારતાં કહે છે કે પૈસા લગાવનાર લોકો પ્રત્યે હવે સરકારનું વલણ એવું છે કે સરકાર તેમને જ સવાલ પૂછે છે કે તમે ભારતમાં પૈસાની સાથે શું નવી ટેક‌િનક લઈને અાવી રહ્યા છો, કેટલા રોજગાર લાવો છો, દેશની અંદર ખુદને કેટલા સામેલ કરશો? રાજનીતિમાં જોડાવાના સવાલ અંગે વિવેક કહે છે કે મને ૨૦૧૪માં જ ભારત સરકારે પાર્ટીમાં જોડાવવાનું અામંત્રણ અાપ્યું હતું, પરંતુ હું પાર્ટીમાં જોડાઈને કામ કરવા ઇચ્છતો નથી. જ્યારે અાપણે કોઈ પાર્ટીમાં સામેલ હોઈઅે છીઅે ત્યારે તાકાત તો ઘણી મળે છે, પરંતુ કોઈ પણ મુદ્દે ખૂલીને બોલવાની અાઝાદી મળતી નથી. તમે ખૂલીને કોઈની નિંદા પણ કરી શકતા નથી. તમારે પક્ષની વિચારધારાનું ધ્યાન રાખવું પડે છે. તેથી મેં ક્યારેય પાર્ટી જોઈન ન કરી.

http://sambhaavnews.com/

You might also like