મોદી સરકારનો નિર્ણય: બંધ થશે 39 ગૌશાળા, સૈનિકોને અપાશે પેકેટનું દૂધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના એક નિર્ણયથી દેશમાં ફરીથી રાજકારણમાં ગરમાવો થઇ શકે છે. રક્ષા મંત્રાલયએ દેશમાં 39 સૈન્ય ફાર્મ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ આ નિર્ણય પર ઘણા પ્રકારના પ્રશ્નો ઊઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારે જે ફાર્મ બંધ કરવાના આદેશ આપ્યા છે એમાં દેશની સૌથી સારી નસ્લની ગાયનો સમાવેશ થાય છે.

આ 39 ફાર્મમાં લગભગ 20 હજાર ગાય છે. તો બીજી બાજુ અહીંયા આશરે 2500 કર્મચારીઓ કામ કરે છે. સરકારના આ નિર્ણય બાદ એમની નોકરી પર પણ સીધી અસર પડશે. તમને જણાવી દઇએ કે ગત મહિને જ કેબિનેટની કમિટીએ સેનાને આદેશ આપીને 3 મહિનાની અંદર આ ગૌશાળાઓને બંધ કરવા માટે કહ્યું હતું.

સરકારનું માનવું છે કે દેશમાં ખાનગી ડેરી અને દૂધનો ધંધો એટલો મોટો થઇ ગયો છે કે સેનાને પોતાના ફાર્મની જરૂર નથી. સેનાને હવે એ ખાનગી ડેરી દ્વારા દૂધ પૂરું પાડવામાં આવી શકે છે. એટલે કે ભારતીય સેનાના જવાન હવે પેકેટ વાળું દૂધ પીશે. એટલા માટે સેના ડેરી દ્વારા દૂધની પૂર્તિ કરી શકે છે. તાજેતરમાં સેનામાં ગૌશાળાના ભ્રષ્ટાચારને લઇને કેટલીક વાતો સામે આવી હતી. આ નિર્ણયને એની સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. સરકારના આ નિર્ણયથી જે 39 ફાર્મ પર ફરક પડશે એમા મેરઠ, ઝાંસી, કાનપુર, અંબાલા સહિત ઘણા મોટા દેશના ફાર્મ છે.

જો કે સરકારના આ નિર્ણય પર Indian Council of Agricultural Research ના વૈજ્ઞાનિકોનું કહેવું છે રે એ આ વાતને લઇને અસમજમાં છે કે ફાર્મ બંધ થયા બાદ આ 20 હજાર ગાયોનું શું થશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દેશમાં બીજો કોઇ ફાર્મ પાસે આટલી ક્ષમતા નથી કે એ 20,000 ગાયોનું પાલન પોષણ કરી શકે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયછી દેશભરમાં ગાયને લઇને ચર્ચા ચાલી રહી છે. ચારા અને ગૌ રક્ષાના નામ પર વિવાદો ચાલી રહ્યા છે એવામાં આ પ્રકારનો નિર્ણય સરકાર માટે મોટા સવાલો ઊભા કરી શકે છે.

http://sambhaavnews.com/

You might also like