મોદી સરકાર બે વર્ષમાં 2.20 લાખ કેન્દ્રીય કર્મચારીઓની કરશે ભરતી

નવી દિલ્હી: મિનિમમ ગર્વમેન્ટ, મેક્સિમમ ગર્વમેન્ટનો નારો લગાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બે વર્ષમાં આશરે સવા બે લાખ કેન્દ્રીય કર્મચારીઓની ભરતી કરવા જઇ રહી છે. આ નિર્ણય સરકારના સમય સમય પર કેન્દ્રીય કર્મચારીઓની ભરતી ફ્રીજ કરવાના આદેશથી વિપરીત છે.

આંકડા અનુસાર, 1 માર્ચ 2015ના રોજ કેન્દ્ર સરકાર એક્ચ્યુલ સ્ટાફ 33.05 લાખનો હતો જે એક વર્ષમાં 34.93 લાખ થઇ ગયો છે. માર્ચ 2017 સુધી આ સંખ્યા વધીને 35.23 લાખ થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આમાં રેલ્વેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમને પાછળના 3 વર્ષમાં એક પણ કર્મચારીઓની ભરતી કરી નથી. રેલવેમાં હાલમાં 13,26,437 કર્મચારીઓ છે. જો કે આ આંકડાઓમાં સુરક્ષાબળોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

સૌથી વધારે ભરતી મહેસૂલ વિભાગમાં
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, કર્મચારીઓની સંખ્યામાં સૌથી વધારે વધારો મહેસૂલ વિભાગમાં થશે. આમાં આશરે 70 હજાર નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ અંતર્ગત ઇન્કમ ટેક્સ, કસ્ટમ અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ પણ આવે છે. કેન્દ્રીય પેરામિલિટ્રિ ફોર્સમાં આશરે 47000 જવાનોની ભરતી કરવામાં આવશે. પેરામિલિટ્રિ ફોર્સ ઉપરાંત ગૃહ મંત્રાલયમાં 6000 નવી ભરતીઓ થઇ.

આ છે નવી ભરતીના આંકડા
કામકાજમાં સરકારની મદદ કરનારા કેબિનેટ સચિવાલયમાં 301 નવા કર્મચારીઓ રાખવામાં આવશે, જેથી આ આંકડાઓ 2015માં 900 કર્મચારીઓથી વધીને 1201 થઇ જશે. પાછળના બે વર્ષમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં આશરે 2200 કર્મચારીઓની ભરતી કરી છે. આ દરમિયાન શહેરી વિકાસ મંત્રાલયે 6000, ખાણ ખાતામાં 4399 અને અંતરિક્ષ વિભાગમાં 1000 નવા પદોની ભરતી કરવામાં આવી છે.

આ વિભાગોમાં કર્મચારીઓ ઘટાડ્યા
નોંધનીય છે કે એક બાજુ આ વિભાગોમાં કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે તો બીજી બાજુ ગ્રામીણ વિકાસ વિભાગમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. માર્ચ 2015માં વિભાગમાં 538 કર્મચારી હતાં, જે 2016 2017માં 472 થઇ ગયા.

You might also like