મોદી સરકારની 3 જી બર્થડે, 15 માર્ચ સુધી દરેક મંત્રીઓએ આપવું પડશે સફળતાનું લિસ્ટ

નવી દિલ્હી: વર્ષ 2014માં બમ્પર જીત બાદ સત્તામાં આવેલી નરેન્દ્ર મોદી સરકાર પોતાનું ત્રીજું વર્ષ મેં મહિનામાં પૂરું કરવાની છે. એના માટે કેન્દ્રએ વિસ્તૃત પબ્લિસિટીની યોજના બનાવી છે. મોદી સરકારના 3 વર્ષની ઉપલબ્ધિઓ અને સફળતાની વિગતો આપનાર આ જશ્ન કાર્યક્રમ લગભગ 15 માર્ચથી શરૂ થઇ જશે. કેન્દ્ર સરકારના દરેક મંત્રી 15 માર્ચ પહેલા સુધી પોતાની સફળતાનું લિસ્ટ સરકારને સોંપશે. આ લિસ્ટમાં મંત્રીઓએ 3 વર્ષ શું કામ કર્યું, એ કામના કારણે સામાન્ય જનતા પર શું અસર પડી? આ કામ માટે લોકોએ શું પ્રતિક્રિયા આપી, એની જાણકારી આપવામાં આવશે.

જણાવી દઇએ કે નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. ભાજપે વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરતાં પોતાના દમ પર જ બહુમત મેળવ્યા હતા. કેન્દ્ર સરકારે પોતાની બીજી વર્ષગાંઠ પર દિલ્હીના ઇન્ડિયા ગેટ પર ‘એક નવી સવાર’ નામથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોદી સરાકારની ત્રીજી વર્ષગાંઠ પર જશ્ન કેવું હશે એ બધું હાલમાં ચાલી રહેલા વિધાનસભાની ચૂંટણી પર નિર્ભર કરે છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ જો પાર્ટી યૂપી પર પણ જીત મેળવી લે છે તો ભાજપ એને દેશભરમાં પોતાનું વધી રહેલો વ્યાપ પર સ્વીકારશે.

visit: http://sambhaavnews.com/

You might also like