મોદી સરકારે એક વર્ષમાં જાહેરાતો પાછળ કર્યો ૮૫૦ કરોડનો ધુમાડો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ગયા વર્ષે માત્ર જાહેરાતો પાછળ ૮૫૦ કરોડ પિયાથી વધુનો ખર્ચ કર્યેા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. પુણેના વકીલ પ્રણય અજમેરાએ માહિતી અધિકાર હેઠળ મગાવેલા અહેવાલમાં આ વાત બહાર આવી છે.

 

કેન્દ્ર સરકારે જાહેરાત અને પોતાના નિવેદનોની પ્રસિધ્ધિ માટે કેટલારૂપિયાનો ખર્ચ કર્યેા એવી માહિતી વકીલ અજમેરાએ માગી હતી. આરટીઆઇ હેઠળ મંગાવેલી માહિતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષે જાહેરાત પાછળ માત્ર ૮૫૦ કરોડ પિયાનો ખર્ચ કર્યેા હોવાનું જણાવાયું છે અને આ જાહેરાતોની વિશેષ વાત એ છે કે મોટાભાગની જાહેરાતોમાં માત્ર નરેન્દ્ર મોદીના જ ચહેરાને મહત્ત્વ અપાયું છે અને તેમની છબીઓ જ પ્રકાશિત કરવામાં આવી છે.

 

ન્યૂઝપેપર્સ, ખાનગી ટીવી ચેનલ્સ, રેડિયો સ્ટેશન્સ, દૂરદર્શન જેવા ઇલેકટ્રોનિક માધ્યમો સહિત સોશિયલ મીડિયા વેબસાઇટસ ફેસબુક, ટિવટર, વ્હોટસ એપ જેવા માધ્યમોમાં કેન્દ્ર સરકારે ગયા વર્ષે રીતસરના નમો નમઃ એટલે કે માત્ર મોદીને જ હીરો તરીકે દર્શાવ્યા છે. કેન્દ્ર સરકાર અત્યારે પણ માત્ર મોદીની છબીને જ દેશ સમક્ષ રજૂ કરી રહી છે.

 

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવા માટે, જે કામ પૂર્ણ કરાયા છે તેની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે તેમ જ મહાપુરૂષોની પુણ્યતિથિ અને જન્મદિને કેન્દ્ર સરકાર પ્રસાર માધ્યમોમાં જાહેરાતો આપતી હોય છે જેનું ચલણ મોદી સરકાર આવ્યા બાદ બમણું થયું છે અને જેમાં માત્ર પીએમ મોદીની છબીને જ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ૨૬ મે ૨૦૧૪થી ૨૬ મે ૨૦૧૫ સુધી કેન્દ્ર સરકારે ઇલેકટ્રોનિકસમાધ્યમમાં લગભગ ૪૬૬ કરોડની જાહેરાતો આપી છે.

You might also like