નવા મકાન માટે ટોઇલેટ અને નવી ગાડી માટે પાર્કિંગ સ્પેસ ફરજીયાત

નવી દિલ્હી : મોદી સરકાર ટુંકમાં જ નવી ગાડીઓનાં રજીસ્ટ્રેશન માટે પાર્કિંગ સ્પેસ પ્રુફને ફરજીયાત કરી શકે છે. એવામાં પાર્કિંગ સ્પેસ પ્રુફ દેખાડ્યા પછી જ તમે ગાડી ખરીદી શકો છો. જો તેવું થશે તો રસ્તા પરથી ગાડીઓનું દબાણ ઓછુ કરવાની દિશામાં આ ઘણુ મહત્વનું પગલું ગણાશે. એક કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ આ અંગે વાત કરી હતી. આ કાર્યક્રમમાં નાયડૂએ સ્વચ્છ ભારત અભિયાનને મજબુતી આપવાની રીતે વગર ટોઇલેટે કોઇ પણ બાંધકામને મંજુરી નહી મળવાની વાત પણ કરી હતી.

વેંકૈયાએ કહ્યું કે, ભવિષ્યમાં ટોઇલેટ વગરનાં કોઇ પણ નિર્માણને મંજુરી નહી આપવામાં આવે. પાર્કિંગ સ્પેસ સર્ટિફિકેટ વગર જોઇ પણ કાર કે ગાડીનું રજીસ્ટ્રેશન નહી કરવામાં આવે. કેન્દ્રીય શહેરી વિકાસમંત્રીએ કહ્યું કે, આ અંગે તેમનાં મંત્રાલય અને ભુતલ પરિવહન મંત્રાલય વચ્ચે ચર્ચા થઇ ચુકી છે. નાયડુએ કહ્યું કે, હું નિતિન ગડકરી સાથે ચર્ચા કરી રહ્યો છું અને રાજ્યોને પણ આ મુદ્દે જાણકારી આપવામાં આવી રહી છે. અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ અને જેના ટુંકમાં લાગુ કરી શકાય છે.

અગાઉ વેંકૈયા નાયડુએ ગુગલ ટોઇલેટ લોકેટર લોન્ચ કર્યું. તેની મદદથી લોકો દિલ્હી – એનસીઆર ઉપરાંત ઇંદોર અને ભોપાલમાં જરૂર પડ્યે ટોઇલેટ સર્ચ કરી શકશે. નાયડૂએ જણાવ્યું કે ગૂગલના આ પ્લેટફોર્મ પર 6200થી વધારે પબ્લિક ટોઇલેટ્સનાં લોકેશન ઉપલબ્ધ છે. સાથે જ શોપિંગ મોલ્સ, હોસ્પિટલ, બસ ટ્રેન સ્ટેશનો, પેટ્રોલ પંપ અને મેટ્રો સ્ટેશનો પર તેની ઉપલબ્ધતા અંગે જાણકારી મળશે.

You might also like