સનાતન ધર્મની રક્ષા કરી રહી છે મોદી સરકાર : શાહ

લખનઉ : મથુરામાં ધર્મનાં મંચપરથી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સરકારની ઉપલબ્ધિમાં ધર્મ અને અધ્યાત્મને પણ જોડી દીધો હતો. સોમવારે વૃંદાવનમાં પ્રિયાકાંતજૂ મંદિર મહોત્સવમાં પહોંચેલા શાહે કહ્યું કે મોદી સરકાર દુનિયાભરમાં ભારતનાં વૈભવનાં ધજા ફરકાવી રહ્યું છે. અહીંના અધ્યાત્મનો પ્રભાવશાળી સંદેશ આપીને સનાતન ધર્મની રક્ષા પણ કરી રહ્યા છે. શાહે કહ્યું કે ગુજરાત અને વૃંદાવન વચ્ચે અતુટ સંબંધ છે. આ સંબંધ ભગવાન કૃષ્ણ દ્વારા સ્થાપિત કરાયેલો છે. વૃંદાવન પ્રત્યે આ દુનિયાભરનાં લોકોની આસ્થા જ છે કે શ્રીકૃષ્ણનાં જન્મદિવસ પ્રસંગે વગર કોઇ આમંત્રણે જ દોડીને આવે છે.
શાહે કહ્યું કે દુનિયામાં જ્યારે ભૌતિકવાદી રસ્તાઓનો અંત આવે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનાં ગીતામાં અપાયેલા સંદેશ દ્વારા રસ્તો દેખાય છે. ભજાપ અધ્યક્ષે કહ્યું કે જનતાનાં સમર્થનથી કેન્દ્રમાં એવી સરકાર આવી છે જે દુનિયામાં અધ્યાત્મનો સંદેશ પણ આપી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય યોગનું પ્રભાવશાળી વર્ણન કર્યું. જેમાં દુનિયાભરનાં 170 દેશો યોગનાં ચાહકો બન્યા. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ યોગ દિવસની જાહેરાત કરવી પડી છે. હરિયાણાનાં રાજ્યપાલ કપ્તાન સોલંકીએ કહ્યું કે શ્રીકૃષ્ણની લીલાસ્થળી વૃંદાવન સંત મહંતોના માટે દુનિયાભરનાં લોકો માટે સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર છે.
સમારંભમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર, સાંસદ હેમા માલિની, સાંસદ મિનાક્ષી લેખી વગેરે પણ હાજર રહ્યા હતા. અતિથિઓનું સ્વાગત ભાગવતાચાર્ય દેવકીનંદર ઠાકુરજીએ કર્યું હતું. તેનાંથી પુર્વ વિધિ વિધાનથી શ્રીપ્રિયકાંતજૂ મંદિરનું ઉદ્ધાટન કર્યું હતું. મહોત્સવ 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

You might also like