મોદી સરકારે પઠાણકોટ હુમલા પરથી કોઈ પાઠ ભણ્યો નહીંઃ સંસદીય સમિતિ

નવી દિલ્હીઃ  સુરક્ષા બાબતોની સંસદીય સમિતિએ મોદી સરકારની આતંક વિરોધી નીતિમાં અનેક ખામીઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે સરકાર આતંકી હુમલાઓ રોકવામાં નિષ્ફળ રહી છે. એટલું જ નહીં સરકારે પઠાણકોટ હુમલાથી પણ કોઇ પાઠ ભણ્યો નથી. પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની સંસદીય સમિતિએ એક રિપોર્ટ રાજ્યસભામાં રજૂ કર્યો હતો, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સમિતિએ ગૃહ મંત્રાલયની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે.

સમિતિનું એવું માનવું છે કે સરકાર તમામ કોશિશો કરવા છતાં આતંકવાદી હુુમલા રોકવામાં નિષ્ફળ નીવડી છે. એકલા જમ્મુ કાશ્મીરમાં જ પમ્પોર, બારામુલ્લા, હંદવાડા અને નગરોટામાં ઉપરાછાપરી આતંકી હુમલા થયા હતા. સંસદીય સમિતિએ આ રિપોર્ટમાં ત્રણ મહત્ત્વના સવાલ ઉઠાવ્યા છે.

(૧) સીમા પર ફલડ લાઇટ અને કડક સુરક્ષા હોવા છતાં આતંકીઓ કઇ રીતે દેશમાં ઘૂસવામાં સફળ રહ્યા અને પઠાણકોટ હુમલાને અંજામ આપ્યો?
(ર) આતંકીઓએ ગુરુદાસપુરના એસપી અને તેમના સાથીનું કઇ રીતે અપહરણ કર્યું અને પછી કઇ રીતે છોડી દીધા?
(૩) સમિતિએ સરકાર પાસેથી એ જાણવા માગ્યું છે કે પઠાણકોટ હુમલાની તપાસ માટે પાકિસ્તાનની જેઆઇટીને ભારત આવવાની મંજૂરી આપી ત્યારે શું તેમને પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે તેના બદલામાં ભારતીય ટીમ પણ પાકિસ્તાન જશે?

http://sambhaavnews.com/

You might also like