2022 સુધીમાં કોસ્ટગાર્ડને અત્યાધુનિક અને સજ્જ બનાવાશે

અમદાવાદ : 26/11 જેવા હુમલાઓ માંથી શિખ મેળવી મોદી સરકાર થઇ ગઇ છે સજ્જ. ભારતીય સેનાના 5 વર્ષના એકશન પ્લાનને લીલીઝંડી આપી દીધી છે. 32 હજાર કરોડના આ પ્લાન અંતર્ગત સેનાની ત્રણેય પાંખ માટે હથિયારોનું આધુનિકીકરણ પર જોર આપવામાં આવી રહ્યું છે. 26/11 આતંકી હુમલા બાદ કોસ્ટગાર્ડ ફોર્સને મજબૂત કરવાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે.

જેમાં બોટ, હેલિકોપ્ટર્સ, અને એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 2022 સુધી 175 જહાજ અને 110 એરક્રાફ્ટના સમાવેશની તૈયારીઓ ચાલી રહી છે. જેથી કરીને દરિયાઇ સીમાઓ પર સુરક્ષા સઘન કરી શકાય. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ પ્લાન બન્યાના પહેલા જ 65 જહાજ અને ઇન્ટરસેપ્ટર તેમજ બોટનું કામ કાજ ચાલી રહ્યું છે.

આ ઉપરાંત 5 હજાર કરોડથી વધુ રકમની 30 હેલિકોપ્ટરની ડીલ ચાલી રહી છે. તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના 16 દેશી હેલિકોપ્ટર ખરીદવાના આદેશ આપવામાં આવ્યા છે. જેની ક્ષમતા 30 મુસાફરોથી વધુને લઇ જવાની છે. આ એકશનને લઇને માનવામાં આવે છે કે દરિયાઇ સીમાઓની સુરક્ષાને લઇને એવી સજજ કરવી છે કે જેથી કરીને વર્ષ 2022 સુધીમાં 175 જહાજ અને 110 એરક્રાફ્ટનો સમાવેશ થઇ શકે. દરિયાની સુરક્ષા અને તેમજ દરિયા કિનારાની સુરક્ષા અને સાથે સાથે તસ્કરી પર લગામ લાવી શકાય.

You might also like