મોદી સરકાર તરફથી ગિફ્ટ, રક્ષાબંધન અને ગણેશચતુર્થીને લઇ મોટી જાહેરાત

ન્યૂ દિલ્હીઃ કેન્દ્ર સરકારે રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી પહેલા દેશવાસીઓને એક મોટી ભેટ અર્પણ કરી છે. સરકારે એવો નિર્ણય કર્યો છે કે રાખડી અને મૂર્તિઓ પર કોઇ વસ્તુ અને સેવા કર (GST) નહીં લેવામાં આવે.

નાણાંમંત્રી પીયૂષ ગોયલે રવિવારનાં રોજ જણાવ્યું કે, રક્ષાબંધન આવવા જઇ રહેલ છે ત્યારે તેને ધ્યાને રાખીને જ સરકાર રાખડી પર જીએસટી નહીં લાગુ કરે. આ સાથે જ ગણેશ ચતુર્થીનાં તહેવારને ધ્યાને રાખીને મૂર્તિઓ. હસ્તશિલ્પ અને હેન્ડલૂમની ચીજવસ્તુઓ પર જીએસટી નહીં લગાવવામાં આવે.

પટનામાં એક કાર્યક્રમ દરમ્યાન નાણાંમંત્રીએ આની પાછળ એવું તર્ક લગાવેલ છે કે આ તહેવાર આપણાં ઇતિહાસનો જ એક ભાગ છે. સરકારનાં આ નિર્ણયથી કરોડો ભારતીયોને સીધો ફાયદો થશે કેમ કે તહેવારોની આ ઋતુમાં ગ્રાહકોએ પોતાનાં ખિસ્સા વધુ ઢીલા નહીં કરવા પડે.

મોટા-મોટા દેશોમાં પણ ભારત જેવી હિંમત નહીં”:
પીયૂષ ગોયલે જણાવ્યું કે જીએસટી લાગુ કરવું એ અમારી સરકારનું સૌથી મોટું હિંમતભર્યું પગલું હતું. મોટા-મોટા દેશો પણ સુધારાનાં આવા ઐતિહાસિક નિર્ણય લેતા પહેલા ડરે છે. પરંતુ અમારી સરકારે હિંમત દાખવી અને આને લાગુ કરી દીધું.

You might also like