ડિજિટલ ટ્રાન્જેક્શન પર ડિસ્કાઉન્ટ- કેશબેકના પ્લાનિંગમાં છે મોદી સરકાર

મોદી સરકાર ડિજિટલ ટ્રાન્જેક્શનમાં પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં કેશબેક અને ડિસ્કાઉન્ટની સુવિધા આપી શકે છે, જે અંતર્ગત કન્ઝ્યૂમર્સને કેશબેક અને MRP પર ડિસ્કાઉન્ટ જેવી ઑફર્સ આપવામાં આવશે.

સૂત્રોનુસાર, રેવન્યૂ વિભાગના પ્રસ્તાવ મુજબ રોકડની જગ્યાએ ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને MRP પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ 100 રૂપિયા સુધીનું હશે. ઉદ્યોગોને ડિજિટલ કરવા પ્રોત્સાહન આપવા માટે કેશબેક આપવામાં આવશે.

ડિજિટલ ટ્રાન્જેક્શન્સને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલો પ્રસ્તાવ રેવન્યુ વિભાગ આગામી 4 મેના યોજનારી GST કાઉન્સિલની મીટિંગમાં રજૂ કરશે. આ મીટિંગની અધ્યક્ષતા નાણામંત્રી અરૂણ જેટલી કરશે અને રાજ્યોના નાણામંત્રીએ તેમાં ભાગ લેશે. સૂત્રોના મુજબ, ડિજિટલ ટ્રાન્જેકશન માટે પ્રોત્સાહન આપવાના મુદ્દે PMOમાં યોજાયેલી મીટિંગમાં ચર્ચા કરવામાં આવી છે.

મીટિંગમાં ડિજિટલ ટ્રાન્જેક્શન્સને પ્રોત્સાહન આપવા માટે ઇન્સેન્ટિવ્સના ત્રણ પ્રકારો પર ચર્ચા થઈ છે. કેશબેક ઉપરાંત કોઈ બિઝનેસને ડિજિટલ ટ્રાન્જેક્શન્સથી થયેલા ટર્નઓવર પર ટેક્સ ક્રેડિટ આપવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. આ ઉદ્યોગોને રૉ-મટીરિયલ્સ પર ચૂકવવામાં આવતા ટેક્સ પર ક્રેડિટ મળવા જેવું છે.

આ સિવાય ડિજિટલ ટ્રાન્જેક્શન્સથી એક નિશ્ચિત આંકડો પૂરો કરવા GST લાયેબિલિટીથી પણ બચી શકાશે. સૂત્રોનુસાર,રેવન્યુ વિભાગે કેશબેકના વિક્લ્પ પર પોતાની હામી ભરી છે. વિભાગનું માનવું છે, કેશબેક પ્રકારો લાગુ કરવા સરળ હશે અને તેનો દુરુપયોગ પણ મુશ્કેલ છે.સાવધાનીને ધ્યાનમાં રાખી વિભાગ કોઈ બિઝનેસનાં ડિજિટલ ટ્રાન્જેક્શન્સને ચેક કરશે અને પછી કેશબેકને તેનાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે.

PMOમાં યોજાયેલી મીટિંગમાં ચર્ચા થઈ હતી કે, શું ડિરેક્ટ ટેક્સીસ પર થયેલાં ડિજિટલ ટ્રાન્જેક્શન્સ પર પણ કોઈ ઇન્સેન્ટિવ આપવામાં આવી શકે છે.

You might also like