કેન્દ્રીય કર્મચારીઓને સરકારની દીવાળી ભેટ, મોંઘવારી ભથ્થું 2% વધાર્યું

નવી દિલ્હી: દીવાળી પહેલા મોદી સરકારે કેન્દ્ર કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટએ કેન્દ્ર સરકારના કર્મચારી માટે 2 ટકા મોંઘવારી ભથ્થાને મંજૂરી આપ દીધી છે. એનાથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 58 લાખ પેન્શનધારકોને ફાયદો થશે.

આ પહેલા, સરકારે આ વર્ષની શરૂઆતમાં મોંધવારી ભથ્થાના મૂળ વેતનનો 6 ટકા વધારીને 125 ટકા કરી દીધો હતો. બાદમાં સાતમાં પગારપંચની ભલામણો લાગૂ થવાથી મૂળ વેતનમાં તેનો સમાવશે કરી દેવાયો. હજુ એ માટેની જાહેરાત કરવામાં આવી નથી કે વધેલું મોંઘવારી ભથ્થુ ક્યારથી લાગૂ થશે. માનવામાં આવી રહ્યું છે કે એને જુલાઇ 2016થી લાગૂ કરી દેવાશે.

વર્ષમાં બે વખત ડીએની જાહેરાત થાય છે. વર્ષમાં જાન્યુઆરી અને જુલાઇ મહિનામાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે. પરંતુ ઓક્ટોબર અડદો મહિનો પસાર થઇ ગયો હોવા છતાં જાહેરાત ના થતાં કર્મચારી સંઘઓએ સરકાર પાસે બને એટલું જલ્દી ડીએ વધારવા અને દીવાળી પહેલા બેંક અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી હતી.

કર્મચારીઓની સરકાર પાસેથી માંગણી છે કે સાતમાં પગાર પંચનો રિપોર્ટ સાગૂ થયા બાદ મોંઘવારી ભથ્થાને લઇને ફોર્મૂલામાં પણ ફેરફાર થવા જોઇએ. કર્મચારીઓનો તર્ક છે કે આ પહેલા પણ દરેક પગાર પંચની ભલામણોમાં
મોંઘવારી ભથ્થાને લઇને ફોર્મૂલામાં ફેરફાર થતાં રહ્યા છે.

You might also like