આ પ્રકારે બેનામી સંપત્તીઓ પર ત્રાટકશે મોદી સરકાર

નવી દિલ્હી : ટેક્સથી બચવા માટે બેનામી સંપત્તિ ખરીદનારાઓ પર સરકાર નવા વર્ષમાં આકરી થઇ શકે છે. આવકવેરા વિભાગનાં અધિકારીએ જણાવ્યું કે, સરકાર આ વર્ષે જુલાઇમાં ફાઇલ કરાયેલ ટેક્સ રિટર્ન અને બેંક ટ્રાન્જેક્શનનો ડેટા દ્વારા શંકાસ્પદ રિયલ એસ્ટેટ સંપત્તિઓની તપાસ કરશે.

ઉપરાંત સંપુર્ણ જાણકારી એકર્ત કર્યા બાદ એવી શંકાસ્પદ પ્રોપર્ટી પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ નોટબંધી બાદ બેનામી સંપત્તિ રાખનારા લોકોની વિરુદ્ધ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. ટેક્સ ડિપાર્ટમેન્ટનાં અનુસાર 500 અને 1000 રૂપિયાની નોટોને અચાનક બંધ કર્યા બાદ હવે સરકાર શંકાસ્પદ રિયલ એસ્ટેટ સંપત્તિઓ પર ધ્યાન આપશે.

ભારતમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં કરપ્શનને દુર કરવાનો ટાસ્ટ મોદી સરકાર માટે વધારે આકરો સાબિત થશે. તેમાં પહેલા નોટબંધી બાદ કેશની અછતનાં કારણે સરકાર પહેલાથી જ વિરોધીઓનાં નિશાન પર છે. ભારતમાં લેંડ રેકોર્ડમાં તમામ ગડબડ જોવા મળી રહી છે.

વિશ્લેષકોનું કહેવું છે કે નેતા, વેપારીઓ અને વિદેશમાં રહેનારા ભારતીયો ટેક્સ ચુકવ્યા વગર પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. તેના માટે તેઓ પોતાના નામ પર સંપત્તિ ખરીદવાનાં બદલે પોતાનાં ભરોસાપાત્ર વ્યક્તિનાં નામે સંપત્તી ખરીદતા હોય છે. આ પ્રોપર્ટી અંગે કોઇ સ્પષ્ટ ડેટા નથી હોતો પરંતુ ઇન્ડસ્ટ્રીનાં અનુમાનો અનુસાર કેટલાક શહેરોમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં 5 થી 10 ટકા સુધી આ પ્રકારનાં લોકોએ રોકાણ કર્યું છે, જેમણે ટેક્સની ચોરી કરી છે. 1 નવેમ્બરષી લાગુ થયેલ પ્રોહિબિશન ઓફ બેનામી પ્રોપર્ટીજ ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ બેનામી સંપત્તિ રાખનાર વ્યક્તિને 7 વર્ષની કેદ અને તમામ સંપત્તિ જપ્ત પણ થઇ શકે છે.

You might also like