ભાજપના લોકો સમજી લે ‘મોદી ઇફેક્ટ’ હવે ‘મોદી ડિફેક્ટ’ થઇ ગયું છે : નિતીશ

પટણા: બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે બીબીસીના એક પત્રકાર સમક્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શનિવારના રોજ પ્રહાર કર્યો હતો અને દાવો કર્યો છે કે લોકસભાની ચુંટણી દરમિયાન કરવામાં આવેલા વાયદાઓને પૂરા ન કરવામાં આવતા તેમના સમર્થકોની સંખ્યા ઘટતી જાય છે.

બિહાર વિધાનમંડળના ગૃહમાં રાજ્યપાલ રામનાથ કોવિંદના અભિભાષણ પર ચર્ચા થયા બાદ નિતીશે સરકાર તરફથી જવાબ આપતા કહ્યું હતું કે બ્રિટનના એક પત્રકાર લેંસ પ્રાઇસ, કે જે ત્યાંના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયરની સાથે જોડાયેલા હતા અને તેમને 2014માં ‘મોદી ઇફેક્ટ’ નામનું પુસ્તક લખ્યું હતું. પરંતુ હવે તે લખી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ ‘મોદી ઇફેક્ટ’ ‘મોદી ડિફેક્ટ’ થઇ ગયું છે. 25 ફેબ્રુઆરીના રોજ ઓપેન મેગેઝીનમાં છપાયું છે ‘મોદી ઇફેક્ટ’ બિકમ્સ ‘મોદી ડિફેક્ટ’.

તેમણે કહ્યું હતું કે ” ભાજપના લોકો સમજી લે મોદી ઇફેક્ટનું હવે મોદી ડિફેક્ટમાં પરિવર્તન થઇ ગયું છે”. લાખો કોશિશ કરશો તો પણ
હવે આ નહીં બદલી શકાય , ખાલી વાત કરવાથી કામ ના ચાલે પરંતુ તેના માટે કામ કરવું પડે. હજુ મોકો છે બે વર્ષ જ પૂરા થયા છે,
બે વર્ષ હજુ છે કેમકે છેલ્લા વર્ષે તો ખાલી રાજનિતી જ હોય છે. દેશમાં ભાગલા પાડવાના આ તમામ પ્રયત્નો છોડી દો.

નિતીશે કહ્યું હતું કે,”દેશના લોકોએ તમને જે વોટ આપ્યો છે તેવો વિવાદ દર વખતે ચલાવે છે અને અસહિષ્ણુતાનો માહોલ
પેદા કરે છે. એ લવ જેહાદ કહો કે પછી ઘર વાપસી કહો, ગૌમાંસનો મુદ્દો, જેએનયુનું પ્રકરણ અથવા તો હૈદરાબાદમાં રોહિત વેમુલાની હત્યાનો મામલો ઉછળે છે. તમારા સમર્થકોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. જે લોકો જોર જોરથી તમારા પક્ષમાં બોલતા હતા હવે તે લોકો પણ તમારા માટે પોતાનો અભિપ્રાય બદલવા લાગ્યા છે.હજુ સમય છે ચેતી જાવ. વિભાજનની રાજનિતીને છોડો અને બધાને સાથે લઇને ચાલવાનું રાખો અને બિહાર જેવા ગરીબ રાજ્યનો ઉદ્ધાર થાય તે માટે જે કીધું છે તે કરો, પેકેજ આપો અને વિશેષ રાજ્યનો દરજ્જો આપો.” તેઓએ વઘુમાં કહ્યું હતું કે “કાળું નાણું પાછું લાવીને દરેક ગરીબને 15 થી 22 લાખ રૂપિયા મફતમાં એમનેએમ મળી જવાના વાયદાને પૂરો કરવો પડશે. યુવકોને રોજગારી આપવી પડશે, દેશનો વિકાસ કરવો પડશે તેમજ બધાનો સહારો લેવો પડશે.”

મુખ્યમંત્રી નિતીશ કુમારે જણાવ્યું હતું કે, “અમે તે સમયે પણ કહ્યું હતું કે સરકાર બનાવી લેવી સરળ છે પણ દેશ ચલાવવો મુશ્કેલ કામ છે. સરકાર બનાવતી વખતે જે વાત કરી રહ્યા હતા તે વાત આજે પણ કરી રહ્યા છીએ.” ઉલ્લેખનિય છે કે આર્થિક મોર્ચા પર પણ કેન્દ્ર સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઇ છે, બેંકોની હાલત ખરાબ છે. શુક્રવારના રોજ આર્થિક સર્વેક્ષણમાં જોવા મળ્યું કે 7.5 ટકા વિકાસ દરનો દાવો કરી રહ્યા છે. રૂપિયાની કિંમત ઘટી ગઇ છે, 7.5 ટકા વિકાસ દરનો જે દાવો કરી રહ્યા છે એ સાચી રીતે જોવા જઇએ તો રિયલ ગ્રોથ ખુબ નીચો હશે.

નિતીશે કહ્યું કે ઘણા અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ક્યાંય 4 ટકાની આસપાસ ના હોય પરંતુ તેમના માપદંડો બદલી નાખે છે. આંકડાઓની માયાજાળમાં લોકો ને ફસાવવા માંગે છે. પરંતું ઘણા લોકોને દેખાતું નથી કે નોમિનલ ગ્રોથ શું છે અને રિયલ ગ્રોથ શું છે. આવામાં બધા 7.5 ટકા વિકાસ દરનો ઢોલ વગાડતા ફરે છે જો કે આવું કઇ છે નહીં. તેઓએ આરોપ લગાવ્યો છે કે લોકસભામાં રજૂ થયેલ રેલ બજેટ નથી પરંતુ તેમાં ખાલી વાતો કરવામાં આવી છે. અને હવે 29 ફેબ્રુઆરીએ આમ બજેટ જોઇએ તે પછી તેની ઉપર ટિપ્પણી કરીશું.

You might also like