નોટબંધી મુદ્દે સિંગાપુર મીડિયા કરી રહ્યું છે મોદીની વાહવાહી : લી સાથે કરી સરખામણી

નવી દિલ્હી : જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવા માટે રાષ્ટ્રના નામે સંદેશ આપ્યો છે, અહી પ્રશંસા અને આલોચનાનાં સ્વર જોવા મળી રહ્યા છે. જો કે સિંગાપુરમાં વડાપ્રધાન મોદીની આ પહેલનાં ખુબ જ વખાણ થઇ રહ્યા છે. મોદીના આ નિર્ણયથી વિપક્ષમાં ભારે આક્રોશ છે. આમ આદમી લાઇનમાં જઇને પોતાનો વારો આવવાની રાહ જોઇ રહ્યો છે.

સોશ્યલ મીડિયામાં ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધ છે. પરંતુ સિંગાપુરના મીડિયા તેને દેશના ભવિષ્ય માટે ખુબ જ સારુ પગલું માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહી સિંગાપુરના પ્રખ્યાત અંગ્રેજી સમાચારપત્ર ધ ઇન્ડિપેન્ડેન્ટે એક લેખ પ્રકાશીત કર્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીની તુલના સિંગાપુરનાં પુર્વ વડાપ્રધાન અને સિંગાપુરને સ્વર્ગ બનાવનાર લી કુઆન યૂ (1923-2015) સાથે કરી હતી. મોદીના સુધારાની તુલના પણ લી કુઆન યુ દ્વારા કરવામાં આવેલા આર્થિક નિર્ણયોની સાથે સરખામણી કરી હતી.

અખબારમાં લખવામાં આવ્યું છે કે, સિંગાપુરના નેતાઓને અનુભવ થઇ રહ્યો છે કે ભારતનાં વડાપ્રધાનનાં આ આકસ્મીક નિર્ણયથી તેમનું સન્માન વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે મોદી સિંગાપુરનાં પુર્વ વડાપ્રધાન લી કુઆન યૂની પ્રશંસા કરી ચુક્યાં છે.

કોણ છે લી કુઆન યૂ

લી કુઆન યૂ સિંગાપુરનાં પ્રથમ વડાપ્રધાન હતા. તેમણે સત્તા સંભાળી ત્યારે સિંગાપુર લગભગ દેવાળીયું થઇ ચુક્યું હતું. ભ્રષ્ટાચારે માઝા મુકી હતી. જો કે તેમણે આવ્યા બાદ જે પગલા લીધા તે કડક તો હતા પરંતુ આજે સિંગાપુર વિશ્વના ટોપ દેશોમાંથી એક છે. જ્યાં ભ્રષ્ટાચાર નથી ઉપરાંત સમૃદ્ધિ પણ એટલી જ છે.

You might also like