જ્યારે સામસામે આવ્યા બે ટાઇગર : સોશ્યલ મીડિયા પર તસ્વીર વાઇરલ

નવી દિલ્હી :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે છત્તીસગઢના નવા રાયપુરમાં આવેલા એક જંગલ સફારીના લોકાર્પણમાં ભાગ લીધો હતો. આ જંગલ સફારી દુનિયાની માનવસર્જિત સફારીઓમાંથી એક ગણાવવામાં આવે છે. આ સફારીમાં વાઘ અને બીજાં જંગલી જાનવરો એકદમ નજીકથી જોઈ શકાય છે, પરંતુ સહેલાણીઓ માટે સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા છે.
આ સફારીના લોકાર્પણ વખતે મોદીએ કહ્યું હતું કે 16 વર્ષ પહેલા જ્યારે છત્તીસગઢ બન્યું તો કોઈએ વિચાર્યું નહિ હોય કે આ નક્સલ પ્રભાવિત રાજ્ય આટલો વિકાસ કરી શકશે. મોદીએ જંગલ સફારીના ઉદ્ગાટન કરતી વખતે વાઘને પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. અને આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. આ ફોટાઓની ઘણી ચર્ચાઓ પણ થવા લાગી અને ટ્વીટર પર #PMatNayaRaipur ટ્રેન્ડ કરવા લાગ્યું. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “કેમેરા માટે . . . નવા રાયપુરમાં નંદન વન જંગલ સફારીમાં.”
PM મોદીની આ અદા પર છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહએ ટ્વીટ કર્યું, “એમાં કોઈ શક નથી કે ભારતને સરદાર પટેલના 50 વર્ષ પછી એક વધુ વાઘ મળી આવ્યો છે અને તે પણ ગુજરાતમાંથી.”
You might also like