મોદી ગમે ત્યારે ફોન કરીને પૂછી શકે છે, કેવું ચાલે છે કામ?

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સાથેનો સંવાદ હવે વધારે મજબુત થશે. હવે તે સીધા સામાન્ય લોકો સાથે કોઇ પણ સમયે સરકારી યોજના અંગે ફીડબેક માંગી શકે છે. પીએમઓ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યારે પણ કોઇને પણ સીધો ફોન લગાવીને સરકારના કામકાજ અંગે વાત કરી શકે છે. જોકે તેનું માળખુ હજી નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો એક ભાગ હોઇ શકે છે.

મન કી બાતમાં પોતાના અભિપ્રાય આપવા માટે લાખો લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન, ઇમેલ અને અલગ અલગ માધ્યમ સાથે જોડાયા છે. તેમાંની કેટલીક બાબતોનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાતમાં કર્યો છે. પરંતુ સીધી વાત કરવાથી પ્રધાનમંત્રી અને સામાન્ય જનતા વચ્ચેના સંબંધો વધારે મજબુત બનશે.

સરકાર ત્રણ વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે સરકાર વિશે સામાન્ય લોકો શું વિચારે છે સાથે જ તેવો કેવા પ્રકારની યોજના અને પરિવર્તન ઇચ્છે છે તે અંગે ફીડબેક લેવાના કામને પીએમ મોદી લીડ કરશે. આ પહેલાં પણ પીએમ મોદીએ સામાન્ય જનતા સાથે વાત કરીને તેમના અભિપ્રાયોને સરકારમાં સ્થાન આપ્યું છે. બજેટ અંગેના પ્રસ્તાવની વાત હોય કે નવી યોજના અંગે વાત હોય, પીએમ મોદી તમામ મુદ્દે સામાન્ય જનતાના અભિપ્રાય માંગ્યા છે.

http://sambhaavnews.com/

You might also like