મોદીએ અર્થવ્યવસ્થાની સમીક્ષા કરવા માટે નીતિ પંચની બેઠક બોલાવી

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે તથા વિશેષપણે નોટબંધી પછી કેશની અછત સહિત અન્ય મુદ્દા પર વિચાર કરવા માટે નીતિ પંચની મંગળવારે બેઠક બોલાવી છે. વડાપ્રધાન કાર્યાલયમાં ઉચ્ચ પદે સૂત્રોએ કહ્યું કે મોદીએ નીતિ પંચના સભ્યો, અર્થશાસ્ત્રીઓ અને સંબંધીત મંત્રાલયોના નિષ્ણાત નાણાં તેમજ વાણિજ્યના ઉચ્ચ અધિકારીઓની સલાહ લેવા માટે બેઠક બોલાવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્થવ્યવસ્થામાં કેશની અછત જોતા અર્થવ્યવસ્થા નિષ્ણાતો અસંગઠિત વિસ્તારો પર અસર પાડતી જુદી જુદી અસરોનો સામનો કરવા માટે રણનીતિ બનાવવા વિશે ગંભીર છે. 8 નવેમ્બર 2016 પછી નોટબંધીથી કેશની અછતને કારણે અસંગઠિત ક્ષેત્રમાં લોકોની નોકરીઓ છૂટી ગઈ હતી.

વિવિધ બહુપક્ષીય એજન્સી અને રિઝર્વ બેન્ક દ્વારા ચાલુ નાણાં વર્ષ માટે આર્થિક વૃદ્ધિના અનુમાનને ઘટાડવા માટે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં મોદ્રિક નીતિ સમીક્ષામાં આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.6 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરી દીધું છે.

You might also like