ઓગસ્ટમાં થઇ શકે છે મોદી કેબિનેટમાં ફેરફાર, કામ ના કરનાર લોકોની થશે છુટ્ટી

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટમાં જલ્દીથી ફેરફાર થઇ શકે છે, એને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાતે ચર્ચા કરી છે. આ ફેરફાર ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં 18 ઓગસ્ટની આસપાસ થઇ શકે છે.

સૂત્રોનું માનીએ તો આ ફેરબદલમાં રક્ષા મંત્રાલય સહિત 4 મોટા મંત્રાલયો પર નિર્ણય લેવામાં આવી શકે છે. તો બીજી બાજુ કામ ન કરનારા મંત્રીઓની છુટ્ટી થઇ શકે છે. આ ફેરફારમાં 2019ની લોકસભા ચૂંટણીનું પણ ધ્યાન રાખવામાં આવશે. તો કેટલાક નવા ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત આવનારી વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

નોંધનીય છે રે ભાજપ અધ્યક્ષ અમિત શાહ હવે રાજ્યસભામાં એન્ટ્રી લઇ રહ્યા છે. શક્યતા છે કે એમને સરકાર તરફથી ખૂબ મોટી જવાબદારી મળી શકે છે, જો કે અમિત શાહ આ વાતને ટાળી રહ્યા છે. લખનઉમાં એમણે કહ્યું કે એ ભાજપ અધ્યક્ષ પદથી જ ખુશ છે.

જણાવી દઇએકે વેંકૈયા નાયડૂના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાયા બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલય અને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને નરેન્દ્ર સિંહ તોમરને આપવામાં આવ્યો છે. તો નાણાંમંત્રી અરુણ જેટલી પણ રક્ષામંત્રી મનોહર પર્રિકરના રાજીનામા બાદથી રક્ષામંત્રીનો કાર્યભાર સંભાળી રહ્યા છે. પર્રિકર હવે ગોવાના મુખ્યમંત્રી છે.

http://sambhaavnews.com/

You might also like