મોદી ફેસબુક પર દુનિયાના બીજા નંબરના સૌથી લોકપ્રિય નેતા

નવી દિલ્હીઃ ફેસબુકે પ્રસંશકોની સંખ્યાને આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સૌથી લોકપ્રિય નેતાઓની એક યાદી તૈયાર કરી છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પહેલાં, મોદી બીજા અને તુર્કી રાષ્ટ્રપતિ રેસેપ તૈય્યિપ ઇરદોગન ત્રીજા સ્થાન પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને બે વર્ષ પૂરા કર્યા છે. ત્યારે આ તબક્કે સોશ્યિલ નેટવર્કિંગ કંપની ફેસબુકે કેન્દ્ર સરકારના ફેસબુક સક્રિયતાના લેખાજોખા રજૂ કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટોચ પર છે. તેમના પછી ગૃહમંત્રી રાજનાથ સિંહનો નંબર આવે છે.

મોદીએ 15 મેના રોજ રેસકોર્સ રોડ સ્થિત તેમના સરકારી નિવાસ્થાને પોતાની માતા સાથે ગાળેલા સમયના ફોટોગ્રાફ્સ ફેસબુક પર પોસ્ટ કર્યા છે. જેને 16 લાખ લોકોએ લાઇક કર્યા છે. 1.2 લાખ લોકોએ તેને શેર કર્યા છે. અને 34,000 લોકોએ કોમેન્ટ કરી છે. મોદીએ પોસ્ટ સાથે ત્રણ ફોટો લગાવ્યાં છે.

modi-mother

modi-mother-1પ્રધાનમંત્રીના સહયોગી પણ સોશ્યલ મીડિયા જગતમાં સક્રિય છે. અલગ કાર્યભાર સંભાળતા મંત્રીઓ સહિત 50 કેબિનેટ મંત્રીઓ અને 47ના ફેસબુક એકાઉન્ટ છે. ગત એક વર્ષમાં ફેસબુક પર સક્રિય નેતાઓમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, માનવ સંસાધન વિકાસમંત્રી સ્મૃતિ ઇરાની, નાણામંત્રી અરૂણ જેટલી અને ખાધ્ય પ્રસંસ્કારણ મંત્રી હરસિમરત કોર બાદલનો સમાવેશ છે. ફેસબુક દ્વારા મળતી માહિતી પ્રમાણે મોદી દરરોજ એવરેજ 2.8 પોસ્ટ નાંખે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટ નરેન્દ્રમોદી ડોટ કોમ હવે ફેસબુકના ઇનસ્ટન્ટ લેખ પર સીધી જ ઉપલબ્ધ છે. જેમાં દુનિયાભરના પ્રમુખ પ્રકાશકો પોતાની રીતે અવનવી સામગ્રીઓ પ્રદર્શિત કરે છે. આ વેબસાઇટ પર નિયમિત રીતે મોદીના કાર્યક્રમો, ભાષણો અને વિવિધ સરાકરી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવે છે. સૌથી વધારે લાઇક્સ પ્રાપ્ત કરના પોસ્ટમાં ઉર્જા મંત્રી અનંત કુમારની ડિજિટલ ઇન્ડિયા અભિયાનને અપલી કરનાર પોસ્ટને 5,81,727 લાઇક્સ મળી છે. સોશ્યિલ મીડિયા પર સૌથી વધારે લોકપ્રિય સરકારી યોજનામાં મેક ઇન અન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાનો સમાવેશ થયો છે.

You might also like