મોદી કેબિનેટમાં નવા પ્રધાનો સરકારી અાવાસથી વંચિત

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી કેબિનેટમાં સામેલ થયેલા ૧૯ નવા પ્રધાનોમાંથી અડધાને હજુ બંગલો ફાળવવામાં અાવ્યો નથી. દિલ્હીના લુટિયન્સ જોનના બંગલાની રાહમાં એમ. જે. અકબર અને રામદાસ અાઠવલે પણ છે. પ્રધાનો માટે બંગલાની ભલામણોથી પરેશાન શહેરી વિકાસ મંત્રાલય પાસે કોઈ પણ ખાલી ટાઈપ-૭ બંગલો નથી.

પ્રધાનોને અપાતા સરકારી અાવાસના સૌથી સારા ગ્રેડના બંગલા ટાઈપ-૭વાળા માનવામાં અાવે છે. અા રીતે તમામ ૧૫૦ અાવાસ હાલમાં કોઈ ને કોઈના કબજામાં છે, તેમાંથી બે બંગલા ઝડપથી ખાલી થાય તેવી અાશા છે.
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન હરીશ રાવતને તેમના નવ તિનમૂર્તિલેન્ડ અાવાસમાં મેડિકલ અાધાર પર એક વર્ષનું એક્સ્ટેન્શન અપાયું છે. તેઅો બે મહિના કરતાં વધુ સમય વિતાવી ચૂક્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન વીરભદ્રસિંહ જંતરમંતર રોડ પર રહે છે. તેમણે ફાળવવામાં અાવેલા સમય કરતાં વધુ સમય વિતાવી લીધો છે. અા ઘર ખાલી કરવાના નિર્ણય વિરુદ્ધ તેઅો અદાલત ગયા છે.

પાંચ જુલાઈના રોજ મોદી સરકારના પહેલા કેબિનેટ િવસ્તારમાં ૧૯ નવા પ્રધાનો ઉમેરાયા છે. ઉત્તર પ્રદેશના વધુ ત્રણ સાંસદને આ પ્રધાનમંડળમાં સામેલ કરાયા છે. અાઠવલે પોતાની કોમિક સેન્સ માટે મશહૂર છે. અાઠવલે ટ્રેડ યુનિયનના નેતા છે અને સંસદ તથા સંસદની બહાર પોતાની ધારદાર ટિપ્પણીઅો અને હાસ્ય ઊભું કરવા માટે ભાષણ અાપવા લોકપ્રિય છે. તેઅો રાજગના સહયોગીદળ રિપબ્લિકન પાર્ટી અોફ ઇન્ડિયાના અધ્યક્ષ છે.

તાજેતરમાં મધ્ય પ્રદેશથી પસંદ કરાયેલા ૬૫ વર્ષીય અકબર ભાજપના સ્પષ્ટવાદી અને અાધુનિક મુસ્લિમ ચહેરો માનવામાં અાવે છે. તેમણે ખૂબ જ ચતુરાઈપૂર્વક હિંદુત્વ અતિવાદની ટીકાઅોને મોદીના વિકાસના એજન્ડા હેઠળ દબાવી દીધો, જેથી બચાવના સમયે પાર્ટી તેમની પર ભરોસો કરે છે.

You might also like