સાતમાં પગારપંચને કેબિનેટની મંજૂરી , 23 ટકા પગાર વધારાની જાહેરાત

નવી દિલ્હીઃ મોદી સરકારની કેબિનેટમાં  આજે સાતમાં પે કમિશનને મંજૂરી મળી  ગઇ છે.  કેબિનેટની બેઠકમાં આ અંગે મંજૂરી આપી દેવામાં આવી છે.  સચિવોની એમ્પાવર્ડ કમિટીએ કમિશનની ભલામણો દ્વારા 18થી 30% સેલરી વધારવાની ભલામણ કરી છે.  ત્યારે 23 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે.  જેનાથી 98 લાખ કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. જેમાં પેશનરો પણ શામેલ છે.

Ministers arrive for Cabinet meeting, Cabinet to take up 7th pay commission committee’s report pic.twitter.com/BSubhbzVn9

પીએમએ સાતમાં પગાર પંચ મામલે નાણાપ્રધાન પાસે રિપોર્ટ માંગી હતી. કેબીનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. ત્યાર બાદ કેબિેનેટ દ્વારા 23 ટકા સુધીના વધારેને મંજૂરી આપવામાં આવી હતી. પગાર પંચના રિપોર્ટ પર નાણાપ્રધાન અરૂણ જેટલીએ પહેલેથી જ મંજૂરીની મહોર મારી હતી. જેની પર આજે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પે કમિશનના કર્મચારી માટે ઓછામાં ઓછા 18,000 રૂપિયા અને વધારેમાં વધારે 2,25,000 રૂપિયા(કેબિનેટ સચિવ અને તે સ્તરના ઓફિસર માટે 2,50,000 રૂપિયા) મંથલી સેલરીની ભલામણ કરવામાં આવી  હતી.  પીકે સિન્હાની આગેવાનીમાં સચિવોની કમિટીએ પે કમિશનની ભલામણો દ્વારા પણ 18થી 30% વધારે સેલરી નક્કી કરવાની વાત કહી હતી.  એટલે કે 18,000ના બદલે અંદાજે 27,000 અને 2,25,000ના બદલે 3,25,000 રૂપિયા સેલરી થઈ શકે . કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી એરિયસ સાથે સેલરી આપવાની આશા છે.

કમિશનના ચેરમેન અશોક કુમાર માથુરે થોડાક મહિના પહેલા નાણાપ્રધાન અરુણ જેટલીને ભલામણો મોકલી હતી.  આ કમિશન યૂપીએ સરકારે ફેબ્રુઆરી 2014માં બનાવ્યું હતુ. તેને 18 મહિનામાં રિપોર્ટ સોંપવાનો હતો. પરંતુ તેની ટર્મ ઓગસ્ટ, 2015માં ચાર મહિના માટે વધારમાં આવી હતી.  કમિશનના સૂચનોને સરકારે 1 જાન્યુઆરી, 2016થી લાગુ કરવાનું હતું. જેથી એરિયસ મળી શકે.  આ ભલામણોનો 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેન્શનરોને ફાયદો મળશે.

 

You might also like