મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે સરકારે આજે અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ અધ્યાદેશનાં પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઇ છે. આ મુદ્દે રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષર થતાં જ આ કાયદાનું રૂપ લઇ લેશે.

અધ્યાદેશમાં તે જ જોગવાઇ હશે કે જે પ્રસ્તાવિત કાયદો અને લોકસભાથી પાસ થઇ ચૂકેલ બિલમાં છે. એટલે કે ત્રિપલ તલાક બિનજરૂરી ગુનો હશે અને તેમાં દોષીને ત્રણ વર્ષ સુધી જેલની સજા પણ થશે. ગુનો બિનજરૂરી અને જ્ઞાનાત્મક હશે.

આ સિવાય, ત્રિપલ તલાકથી પીડિત મહિલા મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગુજરાન-ભથ્થું અને સગીર બાળકોની કસ્ટડીની માંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં કોંગ્રેસ અને વિપક્ષી દળોનાં યૂ-ટર્ન લેવાંથી બિલ વલણને લઇ અટવાયેલું છે. શીતકાલીન સત્રમાં બિલ પાસ ન હોતું થઇ શક્યું.

રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર સાધ્યું નિશાનઃ
ત્યાં બીજી બાજુ આ નિર્ણય બાદ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમારી સામે 430 ત્રિપલ તલાકનાં મામલાઓ સામે આવ્યાં છે કે જેમાં 229 સુપ્રિમ કોર્ટનાં નિર્ણય પહેલાં અને 201 સુપ્રિમ કોર્ટનાં નિર્ણય બાદનાં છે. અમારી પાસે ત્રિપલ તલાકનાં મામલાઓનાં યોગ્ય પુરાવાઓ પણ છે.

આમાં સૌથી અધિક મામલાઓ તો ઉત્તર પ્રદેશનાં છે. તેઓએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે અમે આને વારંવાર પાસ કરાવવાની કોશિશ કરી. અંદાજે 5 વખત કોંગ્રેસને સમજાવવાની કોશિશ પણ કરી પરંતુ વોટબેંકનાં ચક્કરમાં કોંગ્રેસે આને પાસ ના કરવા દીધું.

બિલમાં કરવામાં આવેલ ત્રણ સંશોધનઃ
મોદી કેબિનેટએ આ બિલમાં 9 ઓગસ્ટનાં રોજ ત્રિપલ સંશોધન કર્યા હતાં. જેમાં જામીન આપવાનો અધિકાર મેજિસ્ટ્રેટનાં પાસે હશે અને કોર્ટની પરમિશનથી સમજૂતીની જોગવાઇ પણ થશે. હવે આ બિલની મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવેલ છે. મોદી કેબિનેટે ત્રિપલ તલાક બિલ પર અધ્યાદેશ લાવવામાં આવેલ છે. હવે આને 6 મહીનાની અંદર બંને સદનોમાંથી પસાર કરાવવાનું રહેશે.

You might also like