દેશમાં બનશે 6 નવી IIT, કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હી: કેન્દ્રમાં મોદી સરકારની બીજી વર્ષગાંઠ પહેલાં બુધવારે કેબિનેટે દેશમાં 6 નવા આઇઆઇટી ખોલવાની મંજૂરી આપી. આ સાથે જ કેપિટલ ગુડ્સ પોલિસીને પણ મંજૂરી આપવામાં આવી છે. દેશમાં નવા આઇઆઇટી તિરૂપતિ, પલ્લકડ, ધારવાડ, ભિલાઇ, ગોવા અને જમ્મૂ કાશ્મીરમાં ખોલવામાં આવશે.

કેપિટલ ગુડ્સ પોલિસીમાં ઘરેલૂ ઇન્ડસ્ટ્રીને સસ્તા ઇંપોર્ટથી બચવાના ઉપાય પણ સામેલ કરવામાં આવશે. ત્યારબાદ એક્સાઇઝ ડ્યૂટી અને કાઉન્ટરવેલિંગ ડ્યૂટી જેવા ટેક્સના હાલના દરોમાં ફેરફાર કરવામાં આવશે. કેપિટલ ગુડ્સના ઇંપોર્ટની ક્વોલિટી નક્કી કરવા માટે એક માપદંડ નક્કી કરવામાં આવશે. સાથે જ ટેક્નોલોજી ડેવલોપમેન્ટ ફંડ બનાવવામાં આવશે. નવી પોલિસીનો હેતુ કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીને સારું વાતાવરણ પુરૂ પાડવાનો છે.

વર્ષ 2015 સુધી કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રીમાં 2.1 કરોડ નવા રોજગાર ઉભા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પોલિસી હેઠળ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કેપિટલ ગુડ્સની ભાગીદારી હાલ 12 ટકાથી વધારીને 2025 સુધી 20 ટકા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તેના હેઠળ ઇન્ડસ્ટ્રીનું ઉત્પાદન 2.3 લાખ કરોડ રૂપિયાથી વધીને 2025 સુધી 7.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનું છે.

મંત્રિમંડળની આર્થિક મામલાઓની સમિતિએ 1002.39 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઇનના પ્રોજેક્ટને સ્વિકારી લીધો છે. ખર્ચમાં દર વર્ષે પાંચ ટકાના વધારાની સાથે પ્રોજેક્ટની કિંમત 1137.17 કરોડ રૂપિયા હશે.

આ રેલવે લાઇનની લંબાઇ 116.17 કિલોમીટર હશે અને આ ચાર વર્ષોમાં પુરી થશે. ડબલ ટ્રેક લાઇનથી ઓખા-રાજકોટ, પોરબંદર-કનાલૂસ, વેરાવળ-રાજકોટ અને માળિયા નવલખી-દહીનાસારા-વાંકાનેર સેક્શન પર માલગાડી પરિવહન બોઝમાં ઉપણ આવશે.

You might also like