જો PM મોદી એક દિવસ માટે હિટલર બને તો કાશ્મીર વિવાદનો ઉકેલ : શિવસેના

મુંબઇ : શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કાશ્મીરની સમસ્યા અંગે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, કાશ્મીરને બચાવવા માટે જો એક દિવસ માટે પણ હિટલર પણ બનવું પડે તો બની જવું જોઇએ. તેમણે વડાપ્રધાન મોદીને અપીલ કરતા કહ્યું કે, જો તેઓ કાંઇ પણ ન કરી શક્યા તો કાંઇ પણ નહી કરે શકે. જો તેઓ એક દિવસ માટે હિટલર બને છે તો શિવસેના તેમની સાથે છે. કારણ કે દેશભક્તિની વાત છે.

શિવસેનાનું કહેવું છે કે આપણી ભાજપ સાથે વિચારધારાની અથવા વ્યક્તિગત્ત લડાઇ નથી અને ન તો ક્યારે પણ હશે. રાઉતે કહ્યું કે, જો કાશ્મીર અંગે આપણે જૂની વાતો સરકારને યાદ અપાવીએ છીએ તો તેમાં ઝગડો શેનો છે. મોદી તમે આ દેશ માટે આશાની કિરણ છો. આપણે કાશ્મીરમાં શાંતિ ઇચ્છીએ છીએ, પોતાનાં જવાનોની શહાદત બંધ થવી જોઇએ. અહીં યુદ્ધ નથી ત્યારે પણ આપણા જવાનો સુરક્ષીત નથી.

You might also like