મોદીની લોકપ્રિયતામાં અસામાન્ય ઉછાળો : ફરી સત્તામાં આવશે

નવી દિલ્હી : ગત્ત 3 વર્ષોમાં એક બે અપવાદોને છોડીને ચુંટણી મુદ્દે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતામાં સતત વધી રહી છે. હાલમાં જ એક વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર 10 લાખ લોકોએ સરકારી કામકાજ મુદ્દે સંતોષ વ્યક્ત કર્યો હતો. મોટા ભાગનાં લોકોનું માનવું છે કે હજી ચૂંટણી યોજાય તો તેઓ મોદી સરકારને જ મત આપશે. કોઇ પ્રકારની મુશ્કેલી વગર સરકાર બહુમતીથી આવશે.

3 વર્ષ પુરા થવા પ્રસંગે દેશની જનતાનો મૂડ જાણવા માટે 7 સવાલો સાથે વેબસાઇટ દ્વારા એક સર્વે કરાવાયો હતો. મોટા ભાગનાં સવાલો પર મળેલી પ્રતિક્રિયાઓ અહીં સરકાર માટે રાહતનાં સમાચાર છે. બીજી તરફ કેટલાક મુદ્દાઓ પર લોકો સરકારથી સંતુષ્ટ નથી. સર્વેમાં ભાગ લેનારા લોકોએ આતંકવાદ, કાશ્મીર અને નકસલવાદ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર સરકારનાં કામકાજ મુદ્દે નાખુશી વ્યક્ત કરી છે, બીજી તરફ નવી યોજનાઓને ખુબ વખાણી પણ હતી.

સર્વેમાં ભાગ લેનારા 74 ટકા લોકોનું માનવું છે કે 3 વર્ષનો કાર્યકાળ વિત્યા બાદ વડાપ્રધાન મોદી પણ લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે તમિલ લોકોનું માનવું છે કે મોદીની લોકપ્રિયતા ઘટી છે અથવા તો પછી યથાવત્ત રહી છે પરંતુ વધારો નથી જ થયો. ઉપરાંત 71 ટકા લોકોએ મોદીનાં કાર્યકાળને ખુબ જ સારો ગણાવ્યો હતો. જ્યારે 18 ટકા લોકોની નજરમાં 3 વર્ષ કામચલાઉ રહ્યા. 11 ટકા લોકોએ મોદીનાં કાર્યકાળનો બેકાર ગણાવ્યો હતો.

સર્જિકલ સ્ટ્રાઇક સરકાર માટે સુપરહીટ રહી હતી તો નોટબંધીનો નિર્ણય સરકાર માટે સંજીવની સાબિત થયો હતો. 56 ટકા લોકોની નજરમાં સરકારનો સૌથી મોટો નિર્ણય રહ્યો. જ્યારે 13 ટકા લોકોની નજરમાં સ્ટ્રાઇક એક મહત્વનો નિર્ણય રહ્યો. 7 ટકા લોકોએ સ્વિકાર્યું કે જનધન ખાતા ખોલાવવા અને સબ્સિડી સીધી ખાતામાં ટ્રાન્સફર કરવા જેવી યોજનાઓ હાલની સરકારનાં સૌથી મોટો નિર્ણય રહ્યો.

You might also like