દેશની આઝાદીમાં આદિવાસીઓની મહત્વની ભૂમિકા: મોદી

દાહોદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીમખેડા ખાતે આયોજિત સામાજિક અધિકારીકતાના સંમેલનમાં પહોંચી ગયા છે. જ્યાં તેમનું આદિવાસી પહેરવેશથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આદિવાસી પાઘડી પણ પહેરાવામાં આવી હતી. આદિવાસીઓએ મોદીને પાઘડી, તીરકામઠું અને કંદોરો ભેટમાં આપ્યો હતો. જાહેરસભામાં લોકો મોદી મોદીના નારા સાથે
ગૂંજી ઉઠ્યા હતા અને મોદીને વધાવ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા સહિત ભાજપના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ધારાસભ્યો અને સ્થાનિક આદિવાસીઓએ મોદીને આવકાર્યા હતાં.

લીમખેડામાં મોદીને જોવા માટે લોકોના ટોળા ઊમટ્યાં હતા. નરેન્દ્ર મોદીએ ત્યારે હોથ ઊઁચો કરીને લોકોનું અભિવાદન કર્યું હતું. બાજુમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ હાજર રહ્યા હતા. આનંદીબહેન પેટેલે સભા સંબોધી હતી અને સંબોધતાં તેમણે કહ્યું હતું કે મોદી પોતાનો જન્મ દિવસ પણ ગુજરાતના લીમખેડાના આદિવાસી વિસ્તારમાં ઊજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતની ખૂબ ચિંતા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંબોધન કરતાં કહ્યું કે આવનારા દિવસોમાં તમામા ગામો ઇન્ટરનેટથી જોડાશે. 75 ટકા લોકોના ઘરે ઘરે પાણી મળે છે.

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીનો આજે 67મો જન્મ દિવસ છે. ત્યારે જન્મ દિવસની ઉજવણી કરવા લીમખેડા પહોંચ્યા છે. મોદીએ આદિવાસીને હક પત્ર આપ્યા. મોદીએ આદિવાસીઓને વનઅધિકારીપત્ર તેમજ માપણી પત્ર પણ અર્પણ કર્યા. મોદીએ સંબોધન કરતાં કહ્યું કે 1857ના સંગ્રામની શરૂઆત દાહોદથી થાય છે. સિંચાઇ યોજનાની ડિજીટલ જાહેરાતની ઘોષણા કરી. આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતાં. આજે પણ આદિવાસીઓએ પરંપરા જાળવી રાખી છે. મોદીએ મંત્રી અને લોકોનો આભાર વ્યક્ત કર્યો. આદિવાસીઓએ અંગ્રેજો સામે જાન ન્યોછાવર કરી છે. મોદીએ આદિવાસીના ધર્મગુરુ ગોવિંદ ગુરુ ને યાદ કર્યા હતાં.

ગુજરાતે પડકાર ઝીલીને પાણી બચતાવી દીધું. આજે સમગ્ર દેશ ગુજરાત પર ગર્વ અનુભવે છે. આદિલાસી પાણીના બદલે પરસેવો સિંચતો રહ્યો. ઉમરગામથી અંબાજી સુધી પાણીનો પડકાર હતો. ગુજરાત સરકારે પાણીને પ્રાથમિક્તા આપી. 18 હજાર ગામ સુધી વીજળી પહોંચી નહતી. ગરીબોને બેન્કમાં કે હોસ્પિટલોમાં પ્રવેશળ આપવામાં આવતો નહતો. એવી વ્યવસ્થા ઊભી કરાવી છે જેમાંથી આપોઆપ રોજગાક મળે. સમાજનો તબક્કો વિકાસમાં આવે તો વિકતાસની નવી ઊંચાઇ મેળવી શકાય.

એલઇડી બલ્બના ઉપયોગમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ખએડૂતને પૂરતું પાણી મળે તો તે સોનું પકાવી શકે છે. દેશના 18 હજાર ગામની સ્થિતિ 18મી સદી જેવી છે. મારી સરકાર ગરીબોને સમર્પિત. કેટલીક યોજનાથી સરકારને આવક ઊભી થાય છે. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે સરકાર આદિવાસીને સોલાર પંપ આપશે. આદિવાસી પટ્ટામાં ડ્રિપ ઇરિગેશનની કામગીરી ચાલુ થઇ ગઇ છે.
દાહોદનું રેલ્વે યાર્ડ જિલ્લાની રોજગારીનું કેન્દ્ર બનશે. આદિવાસી બહેન દીકરી જમનની માલિક છે.

 

You might also like