અમદાવાદ પહોંચ્યા મોદી : કાર્યકરોને કહ્યું તમારા દર્શન કરીને આનંદ થયો

અમદાવાદ : વડાપ્રધાન મોદી આજથી બે દિવસનાં ગુજરાતનાં પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદી રાત્રે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. તેમનાં અભિવાદન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીથી માંડીને મંત્રીમંડળનાં મોટાભાગનાં સભ્યો ઉપરાંત ગવર્નર ઓ.પી કોહલી અને અમદાવાદ કોર્પોરેશનનાં મેયર પણ હાજર રહ્યા હતા.

જો કે કોઇ અનિચ્છનીય ઘટનાં ન બને તે માટે પોલીસ અને ગુપ્તચર તંત્ર પણ કમર કસીને બેઠું છે. મોદીનાં સ્વાગત માટે મંત્રીમંડળનાં તમામ સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉપરાંત ઉદ્યોગપતિઓ પણ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. જો કે મોદી આવવાનાં હોઇ પાટીદારો વિરોધ ન કરે તેમાટે કેટલાક આગેવાનોની પહેલા જ ક્રાઇમ બ્રાંચ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે. ઉપરાંત દિનેશ બાંભણીયાને ઘરમાં જ નજર કેદ કરવામાં આવ્યો છે. જ્યારે દલિત આગેવાન જિગ્નેશ મેવાણીની એરપોર્ટ પર જ અટકાયત કરી દેવાઇ છે.

નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
– અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર મોદી પહોંચ્યા હતા.
– એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
– વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે.
– રાજભવન ખાતે રાત્રે મુખ્યમંત્રી અને મંત્રીમંડળની બેઠક થાય તેવી પણ શક્યતાઓ છે.

17 સપ્ટેમ્બર
– સવારે 7 વાગ્યે ગાંધીનગર પંચદેવ મંદિરે દર્શે જશે.
– 8.30 વાગ્યે જન્મ દિવસ હોઇ માતા હિરાબાનાં આશિર્વાદ લેશે.
– માતાને મળ્યા બાદ બોપલ ખાતેની મૃતક ભત્રીજીને મળવા માટે જશે.
– બોપલથી પરત ગાંધીનગર આવીને હેલિકોપ્ટર મારફતે લિમખેડા કાર્યક્રમમાં જશે.
– લીમખેડામાં સિંચાઇ યોજનાનું ખાતમુહર્ત કરશે.
– બપોરે 2 વાગ્યે લીમખેડાથી નવસારી અને ત્યારબાદ જમાલપોર જશે.
– જમાલપોરમાં સામાજિક અધિકારીકતા કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને કિટ વિતરણ કર્યા બાદ સભા સંબોધશે.
– સાંજે 4 વાગ્યા પછી નવસારીથી સુરત એરપોર્ટ પહોંચશે.
– સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ સુરતથી દિલ્હી પરત ફરશે.

You might also like