વ્યાપારમાં સરળતાના ઘટતા દરથી મોદી નારાજ, ઓફિસરો પાસે માંગ્યો રિપોર્ટ

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ બિઝનેસ અને બેકિંગ ક્ષેત્રમાં ભારતના ઘટતા રેકિંગને પગલે કેન્દ્ર અને રાજ્યના ઓફિસરોને સ્ટડી અને એનાલીસીસ કરવાનું જણાવ્યું છે. સાથે જ આ મામલે તેમણે ઓફિસરો પાસે રિપોર્ટ પણ માંગ્યા છે. તમને જણાવી દઇએ કે વર્લ્ડ રેકિંગ દ્વારા રજૂ કરવામાં આવેલા “ઇઝ ઓફ ડૂડંગ બિઝનેસ” નામના રિપોર્ટમાં ભારતને 190 દેશોમાં 130મું સ્થાન પ્રાપ્ત થયું છે. ગત વર્ષે ભારત 131માં નંબર પર હતું. સાથે જ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતે કંસ્ટ્રક્શન પરમિશન, લેણા ની વસૂલાત અને બીજી બાબતોમાં એટલો સુધારો નથી. જેને પગલે મોદીએ ઓફિસરો સાથે વિવિધ સ્કિમ અને તેને અમલમાં મૂકવા અંગેની ચર્ચાઓ પણ કરી છે.

ગઇ કાલે મોદી પ્રગતિ (પ્રો –એક્ટિવ ગવર્નેસ એન્ડ ડાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન)ની દર મહિને થતી મિટિંગમાં ઓફિસરોની ક્લાસ લીધી હતી. મોદીએ તમામ ચીફ સેક્રેટરી અને સેક્રેટરીને રિપોર્ટની સ્ટડી અને તેમનું એનાલિસિસ કરવાનું જણાવ્યું છે. સાથે જ એ પણ કહ્યું છે કે એવા રાજ્યો અને વિભાગો અંગે માહિતી પ્રાપ્ત કરે જ્યાં વધારે સારી રીતે કામ થઇ શકે. તેમણે કેન્દ્ર અને રાજ્યના ઓફિસરો સાથે વિવિધ નવી સ્કિમો અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરી છે.

મોદીએ ઓફિસરોને કહ્યું છે કે રિફોર્મ્સને દરેક ડિપાર્ટમેન્ટમાં લાગુ કરવામાં આવે. મોદી સરકારે ઇડસ્ટ્રી મિનિસ્ટર નિર્મલા સીતારમણને કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોના રિફોર્મ્સને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં નથી આવ્યાં તેથી જ ભારતનું રેકિંગ ઓછું આવ્યું છે. ડૂડંગ બિઝનેસ લિસ્ટમાં ન્યૂઝિલેન્ડ પહેલા નંબર પર છે. જ્યારે પાકિસ્તાન 144માં નંબર છે. એટલે ભારત પાકિસ્તાન કરતા 14 નંબર આગળ છે. આ લિસ્ટમાં ગત વર્ષે ભારત 131માં સ્થાન પર હતું. ભારત સરકારે રેન્કિંગમાં સુધારો ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે. સરકારનો ટારગેટ છે કે દેશને ટોપ 50માં સ્થાન પ્રાપ્ત થાય.

You might also like